વારસદારમાં પુત્ર જ હોવાની માનસિકતા કેટલા અંશે યોગ્ય: મેડિકલી રીતે સંતાન પ્રાપ્તી ન થઇ શકે ત્યારે બાળકને દત્તક લેવાની પ્રક્રિયા વહેલી કરવી જરૂરી

‘સારા’ અને કારા’ની જોગવાયમાં બંધ બેસતા દંપત્તીને બાળક દત્તક આપી શકાય

વંશ વેલો આગળ વધારવા માટે પરિવાર સંતાન પ્રાપ્તી ઝંખતી હોય છે. કુટુંબના વારસદાર માટે દંપત્તી સતત પ્રયત્ન સીલ હોય છે. અગાઉના વાંજીયા મેણું ટાળવા દંપત્તી દ્વારા અગાઉના સમયમાં અનેક પ્રકારની માનતા રાખતા હતા પરંતુ ટેકનોલોજીના યુગમાં મેડિકલ સાયન્સે આ બાબતે ઘણી પ્રગતિ કરી છે. તેમ છતાં બાળક ન જન્મે ત્યારે દત્તક લઇ પોતાના વારસદાર બનાવી તેના પર માતૃપ્રેમ અને પિતૃપ્રેમ વરસાવવામાં આવે છે. અનાથ બાળકોને દતક લેવા અને પરિવારની જ વ્યક્તિના સંતાનને દત્તક લેવામાં આવતા હોય છે. ત્યારે બાળકને દત્તક લેવામાં છોછ શા માટે તેવો સવાલ થઇ રહ્યો છે. આ ઉપરાંત કેટલાક દંપત્તી પોતાને પુત્રી નહી પુત્ર પ્રાપ્તી થાય તેવી માનસિકતા ધરાવતા હોય છે. દત્તક માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ‘સારા’ અને કારા’ની જોગવાય લાગુ કરવામાં આવી છે. આ જોગવાયને અનુરૂપ પરિવારને અનાથ બાળક દત્તક લઇ શકે છે. તેમા પણ કેટલાક દંપત્તી પુત્રને જ દત્તક લેવાની ઘેલચ્છા રાખતા હોય છે.

આઇબીએફ દ્વારા સંતાન પ્રાપ્ત માટે ઘણી સફળતા મળી છે. કેટલાક કેસમાં આઇબીએફની મદદથી પણ સંતાન પ્રાપ્તી ન થાય ત્યારે આવા દંપત્તીએ વહેલાસર બાળકને દત્તક લેવાની કાર્યવાહી શરૂ કરી પોતાના પરિવારનો સભ્ય બનાવી તેનો યોગ્ય ઉછેર કરવો જરૂરી છે.

બાળક દત્તક લેવાની પ્રક્રિયા વહેલી શરૂ કરવી હિતાવહ

દત્તક લીધેલા બાળકોના માતા-પિતાએ અબતક સાથે કરી વાતચીતમાં જણાવ્યું હતું કે, મેડિકલ રીતે જ્યારે સંતાન પ્રાપ્તિ ન થઈ શકે તેની જાણ થતાં યુગલે વિના સંકોચે. બાળક દતક લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ બાળકને ઉછેરવામાં પરિવારનો પૂરો સહયોગ મળે છે. સાથોસાથ તેને શ્રેષ્ઠ વાતાવરણ મળી રહે છે બને એટલું વહેલું બાળક દત્તક લેવાનું રાખવું જે બાળકને સમયસર ઉછેરવામાં પણ ઉપયોગી બને છે.બાળક સમજણું ન હોય ત્યારથી જ પરીવાર સાથે રહી પરિવારનો હિસ્સો બની જતો હોય છે.

સરકારની એડોપ્શન પ્રક્રિયાના નિયમો ચુસ્ત પાલન કરાવાય છે: રક્ષાબેન બોળીયા

01

સિડબ્લ્યુસી કમિટીના ચેરમેન રક્ષાબેન બોળીયાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે,જઅછઅ અને ઊંઅછઅ એમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા બાળકો ને દતક લેવાની પ્રક્રિયા ચાલતી હોય છે.ઘરમાં મુકેલા બાળકો તેમજ જે માતા બન્યા હોય અને કોઈ કારણોસર બાળક ન જોતું હોય તેવા લોકો બાળકોને અનાથ આશ્રમમાં મૂકી દેતા હોય છે. અનાથ આશ્રમ ખાતે બાળકનું મેડિકલ કરવામાં આવતું હોય છે ત્યારબાદ જ તેની જન્મ તારીખ ને તેની વિધિવત કાર્યો કરવામાં આવતા હોય છે ત્યારબાદ સંસ્થા તરફથી બાળકનું જે નામકરણ થાય છે તેની અકબારી આલમ માં જાણ કરવામાં આવતી હોય છે બાળક દતક લેવાનો છોત નહીં પરંતુ બાળકને બંને રીતે દંપતિ દતક અથવા તો આઈવીએફની મદદથી લેવાની પ્રક્રિયા કરતા હોય છે.

ભારતના દરેક પ્રાંતમાંથી બાળક દતક મળી શકે: ડો. રશ્મિકાંત ઉપાધ્યાય

02

સીડબ્લ્યુસીના ડો. રશ્મિકાંત ઉપાધ્યાયએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે,અનાથ આશ્રમમાં જે બાળકો છે તેના દત્તક લેવાથી સમાજમાં આવા બાળકો સચવાઈ જતા હોય છે.બાળકો ઓછા છે સામે દતક લેવા વાળા વધારે છે તેની સાથોસાથ જે મહત્વકાંક્ષી દંપતી છે જે કરિયર ઓરિએન્ટેડ રહી હાલ બાળક વહેલું રાખવાનું પસંદ કરતા નથી જેના કારણે તેઓને આવી એડોપ્સન કરાવવું પડતું હોય છે. પરંતુ સમયસર બાળક રાખવું જરૂરી.ભારતના દરેક પ્રાંતમાંથી બાળક દતક મળી શકે છે કારાની પ્રક્રિયા અને નિયમ અનુસાર વેઇટિંગમાં જે રીતે તમારો ટન આવે છે એ જ રીતના બાળકોની દતક લેવાની પ્રક્રિયા થતી હોય છે.

એડોપ્સનની પ્રક્રિયામાં બે થી ચાર વર્ષનો પણ સમય જતો રહે: ડો.સંજય દેસાઈ

03

આઈવીએફ નિષ્ણાંત ડો.સંજય દેસાઈએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,વ્યન્ધિત્વમાં સંતાન પ્રાપ્તિ માટે આઇવીએફ શ્રેઠ પ્રક્રિયા છે.જે દંપતિ આઇવીએફમાં સફળ નથી જતા તેમના માટે સરોગેસી તેમજ એડોપ્સન આવશક્યતા હોય છે.આઇવીએફમાં માત્ર ર થી 3 ટકા કેસીસ સફળત થતા નથી. સરોગસીએ કૂખ ભાડે લેવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયા દંપતી માટે વચગાળાનો રસ્તો છે.જેમાં તેને જેનેટિક બાળક મળી રહે છે. એડોપ્શન માં અનાથ બાળકને એડોપ કરવામાં આવે છે. સરકાર દ્વારા એડોપ્સનની પ્રક્રિયાના ઘણા ચુસ્ત નિયમો બનાવવામાં આવ્યા છે. એડોપ્શન પ્રક્રિયામાં ઘણી વખત બે થી ચાર વર્ષનો પણ સમય જતો રહે છે આ મર્યાદા અનાથ બાળકોની સંખ્યા ઓછી હોવાના કારણે છે.

એડોપ્સન માટે ડોકટરનો અભિપ્રાય અવશ્ય લેવો જરૂરી: ડો.રૂકેશ ઘોડાસરા

04

વિનસ હોસ્પિટલના ડો.રૂકેશ ઘોડાસરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,એડોપ્સન માટે લોકો હજુ તૈયાર નથી ઘણા લોકોને આઇવીએફમાં સફળતા ન મળી હોય.તેમની માટે એડોપ્સન પ્રક્રિયા શ્રેષ્ઠ છે.લોકોને એડોપ્સન પ્રક્રિયા વિશે હજુ એટલી માહિતી પણ નથી.આઇવીએફ સારવારમાં મોડુ થયું હોય.દંપતિની ઉંમર થઈ ગઈ હોય.જ્યારે તે એડોપ્સન માટે જાય છે.ત્યારે એડોપ્સનના ક્રાઇટ એરિયામાં ફિટ બેસતા નથી.સંતાન પ્રાપ્તિ માટેની બને પ્રક્રિયા સરસ છે.પરંતુ આઇવેએફની સાયકલથી પણ બાળક ન રહેતું હોય તો વહેલી તકે એડોપ્સનની પ્રક્રીયા શરૂ કરી દેવી જોઈએ. એડમિશનનો વિચાર દંપતી કરતું હોય ત્યારે ડોકટરનો અભિપ્રાય અવશ્ય લેવો જરૂરી છે. શારીરિક માનસિક અને આર્થિક તંદુરસ્તી છે દંપતીની છે તે દત્તકને યોગ્ય ગણાય છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.