કામદારોને મળવાપાત્ર મરણમૂડીના રૂપિયા 7 કરોડ ચૂકવવા કોર્ટે કરેલા આદેશનું પાલન થશે કે કેમ? સો મણનો સવાલ
પેટિયું રળતા મજૂરો પર આભ ફાટ્યું : કંપનીએ શ્રમિકોની રહેણાંક જમીનનો કબજો મેળવી હકાલપટ્ટી
રાજકોટ આજી જીઆઇડીસી ખાતે વર્ષોથી બંધ પડેલી ડાયનામેટીક ફોર્જિગ્સ કંપની ના કામદારો પર આભ ફાટ્યું તેવી સ્થિતિ સર્જાણી છે.155 જેટલા કામદારો તેમના પરિવારો સાથે અહીં 30 વર્ષથી રહેણાક કરી રહ્યા છે. કંપની બંધ થતા મજદૂરો રઝળી પડયા હતા. મજૂરોને ખ્યાલ જ ન હતો કંપની ક્યારે વેચાઈ ગઈ હતી. વર્ષ2005માં જ્યારે લિક્વિડેટર મારફત કંપનીના મશીનરી વેચવાના થયા ત્યારે મજૂરોને ખ્યાલ આવ્યો કે કંપની વેચાઈ ગઈ છે.ત્યારબાદ મજદૂરો દ્વારા મુંબઈની લિકવિડેટરકો ર્ટમાં તેમના હક્ક હિસ્સાની મળવાપાત્ર રકમ ની અરજી દાખલ કરવામાં આવી હતી. તેમજ પોર્ટ દ્વારા તેમને મળવાપાત્ર રકમ ની અરજી ને સ્વીકારી તેમના તરફેણમાં ચુકાદો કરવામાં આવ્યો હતો.હાલ ડી.ટી.આર કોર્ટ તેમજ કંપનીની ખરીદી કરતી અન્ય કંપની સંયુક્ત મળીને કમદારોને અહીંથી હકાલપટ્ટી કરાવી કંપનીની જગ્યા પર કબજો મેળવવા આવ્યા છે.
ત્યારે કામદારોએ હક હિસાને ધ્યાને લઇ અહીં પજેશન લેવા આવેલા ડી.ટી.આર કોર્ટ અને કંપનીના લોકો સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યો છે.મુંબઈ લિક્વિડેટર કોર્ટ માંથી 155 કામદારોને રૂપિયા 7 કરોડનો હિસો મળવાપાત્ર છે. કામદારોએ બોમ્બે લિક્વિડેટર કોર્ટ મારફત અલગ-અલગ બધાને દરખાસ્તના લેટર મોકલાવેલા છે.કામદારોને પૈસા કોણ આપશે ક્યાંથી પૈસા આવશે તેની કોઈ પણ માહિતી છે નહીં.કામદારોની નામદાર કોર્ટને અને કંપનીને એ જ રજૂઆત અને માંગ છે.તેમને તેમના હકના પૈસા મળે 150થી વધુ વ્યક્તિઓ તેમજ 20થી 22 પરિવારને તેમનો હક્ક હિસ્સો મળી રહે. ત્યારે કામદારો અને ડી..ટી.આર કોર્ટ વચ્ચેના પ્રશ્નોનો સંપૂર્ણ ચિતાર અબતકએ મજૂરો કામદાર યુનિયન આગેવાનો અને કોર્ટના કમિશનર સાથે ખાસ વાતચિત કરી રજૂ કર્યો છે
અમને અમારો હક મળવા જોઇએ તેવો કોર્ટે પણ આદેશ કર્યો છે
ડાયનામેટીક ફોર્જિગ્સના મજૂર શશીકાંતભાઇએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે હું 1979 થી ડાયનામેટીક ફોર્જિગ્સ કંપનીમાં નોકરી કરી રહ્યો છું. કંપનીની શરૂઆતથી તે બંધ થાઈ ત્યાં સુધી મેં અહીં નોકરી કરેલી છે. જ્યારે બંધ કરવામાં આવી ત્યારે અમને અમારો કોઈ પણ હક્ક હિસ્સો મળ્યો નથી તેમજ કંપની બંધ થઈ ગઈ છે. એની પણ અમને જાણ ન હતી 1997માં ડાયનામેટીક ફોર્જિગ્સ કંપની બંધ થઈ ગઈ હતી. 2005માં જ્યારે કંપનીના મશીનરી વેચવાના શરૂ થયા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આ કંપની વેચાઈ ગઈ છે લિકવિડેટરમાં મશીન જતા રહ્યા છે. ત્યારબાદ મુંબઇની લિક્વિડેટર હાઇકોર્ટમાં અમે કેસ દાખલ કર્યો જેમાં અમે અમારા હક્ક હિસ્સાથી લઇ અને ગ્રેજ્યુઇટીની રકમ નું પણ ઉલ્લેખ કર્યો હતો. રાજકોટમાં ગ્રેજ્યુટી ઓફિસર પાસેથી ગ્રેજ્યુટી પણ પાસ કરાવવામાં આવી છે. ત્યારબાદ મુંબઈ લિક્વિડેટર માંથી 152 અમારા વ્યક્તિઓને રૂપિયા 6 કરોડ 40 લાખ રૂપિયાનો હિસો મળવાપાત્ર છે. બોમ્બે લિક્વિડેટર
મારફત અલગ-અલગ બધાને અમોએ આ દરખાસ્તના લેટર મોકલાવેલા છે. હાલ ડી.ટી.આર કોર્ટ તેમજ કંપનીની ખરીદી કરતી અન્ય કંપની સંયુક્ત મળીને અમોની અહીંથી હાકલપ્ટી કરાવી કંપનીની જગ્યા પર કબજો મેળવવા આવ્યા છે. અમને પૈસા કોણ આપશે ક્યાંથી પૈસા આવશે તેની કોઈ પણ માહિતી અમારી પાસે છે નહીં મારી નામદાર કોર્ટને અને કંપનીને એ જ રજૂઆત અને માંગ છે.અમને અમારા હકના પૈસા મળે 150થી વધુ વ્યક્તિઓ તેમજ 20થી 22 પરિવારને તેમનો હક્ક હિસ્સો મળી રહે.
અમારી તરફેણમાં કોર્ટના આદેશનો અનાદર થઈ રહ્યો છે :ડાયાભાઇ ગજેરા
સી.આઇ.ટી.યુ કામદાર યુનિયનના આગેવાન ડાયાભાઇભાઈ ગજેરાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,ડાયનામેટીક ફોર્જિગ્સ કંપનીના કામદારોના હક હિસાની માંગ છે.આજરોજ અમે કામદારોના હક હિસાને ધ્યાને લઇ અહીં પજેશન લેવા આવેલા ડી.ટી.આર કોર્ટ અને કંપનીના લોકો સમક્ષ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કામદારો લિક્વિડેટર કોર્ટ અંદર જઈ પોતાનો અધિકાર મેળવેલો છે.મુંબઈ હાઈકોર્ટ અંદર પણ કામદારો પોતાનો ક્લેમ જીત્યા છે કોર્ટે એક વ્યક્તિને કેટલી રકમ મળવા પાત્ર છે તેનો પણ આદેશ કરેલો છે. હાઇકોર્ટના હુકમનો અનાદર થઈ રહ્યો છે જે અમારી નજરે કોર્ટ ઓફ ક્ધટમ થઈ રહ્યો છે.અધિકારીઓએ આ સમજવું જોઈએ. કોર્ટે હુકમ કરેલા કામદારોના હક્ક હિસ્સા જ્યાં સુધી તેમને ચૂકવવામાં ન આવે ત્યાં સુધી કંપની ખરીદી કરેલ આ કંપનીના કામદારો અને તેમનો હિસ્સો ચૂકવવો પડે.
કામદારોના અધિકારની રકમ આજદિન સુધી તેઓને ચૂકવવામાં આવી નથી. 6 કરોડ 40 લાખ જેવી રકમ 155 કામદારોને મળવાપાત્ર છે. હજુ આ રકમ કામદારોને મળી નથી ઉપરાંત અમને જાણ થઈ છે આ કંપનીને હરાજીમાં વેહચી નાખવામાં આવી છે. જે હરાજી નિયમ અનુસાર થવી જોઈએ હરાજી નિયમ અનુસાર થઈ નથી. જાહેરાત કર્યા વગર કોઈ મીલીભગત કરી અને વર્તમાન સમયની અંદર જયા વિસ્તાર ના બજાર ભાવ છે એના કરતાં પાણીના મૂલે આ કંપની વેચવાની છે એવું અમોને જાણ થઈ રહી છે.
જે પૈસા કામદારોના હકના છે.એ કામદારોની રકમ તેમને ચૂકવી દેવી જોઈએ. જો આ રકમ કામદારોને ચૂકવવામાં નહિં આવે તો કામદારો બરબાદ થઈ જશે અમે કલેકટર સાહેબ ને પણ રજૂઆત કરી રહ્યા છીએ કે કામદારોના હકમાં પણ નિર્ણય થવો જોઈએ.તંત્રે કામદારોની મજબૂરી સમજી તેમનો હક આપવો જરૂરી.
અમારી હકાલપટ્ટી ના કરો અમારો હક્ક હિસ્સો આપો: મજૂરો
ડાયનામેટીક ફોર્જિગ્સ કંપનીના મજૂરોએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, કંપની બંધ થઈ ત્યાર બાદથી અમો અંધારિયા પટ રૂમમાં રહેણાક કરી રહ્યા છીએ.20 પરિવારો આજે લાઈટ,પાણી વગરના છેલ્લા 25 વર્ષથી પણ વધુ સમયથીઆ કંપનીની અંદર રહેણાક કરી રહ્યા છે.
155 જેટલા અમો કામદારો અહીં છીએ. આ કંપની વેચાઈ ગઈ છે એની પણ અમને જાણ નથી થઈ ઉપરાંત અમોને અહીં થી હાકલ પટ્ટી કરી કાઢવામાં આવી રહ્યા છે અમુક ક્યાં જઈએ અમારું કોઈ ધણીધોરી છે નહીં અમને અમારો હક્ક હિસ્સો મળે. ઘણા વર્ષથી અમારી સાથે અન્યાય થઇ રહ્યો છે આજે અમને અમારો હક્ક હિસ્સો મળે એ જ અમારી માંગ અને અમારી રજૂઆત છે.
લિક્વિડેટર નામદાર કોર્ટ માં અમોને અમારા હક્ક હિસ્સા મળવાપાત્ર છે તેની મંજુરી પણ મળી ગઈ છે છતાં અમારી સામે કોઈ આવતું નથી અને આજે અચાનક જ ડી.ટી.આર કોર્ટ અને કંપનીના લોકો અહીં કબજો મેળવી આમારી હાકલપ્ટી કરી કાઢી મૂકવા આવ્યા છે.
જ્યાં સુધી અમને અમારી મળવાપાત્ર રકમ અને હક્ક હિસ્સો નહીં મળે ત્યાં સુધી અમો આ જગ્યા ખાલી કરીશું નહીં.અમોને અહીંથી હાંકલપટ્ટી કરાવી કંપની કબ્જો મેળવવા આવી છે, અમને પૈસા કોણ આપશે કયાંથી આવશે તેની કાંઇપણ માહિતી છે નહીં.નામદાર કોર્ટ અને કંપનીને એ જ રજુઆત અને માંગ છે કે અમને અમોના પૈસા મળે. કલેકટર સાહેબને પણ રજુઆત કરી રહ્યા છીએ છે કે અમારા હીતમાં નિર્ણય થવો જોઇએ, તંત્રએ અમારી મજબુરી સમજી અમારો હકક અપાવવો જરૂરી છે.
દસ્તાવેજ જમા કરાવનારને નિયમ મુજબ હકક-હિસ્સો મળશે: મોહિતકુમાર
મોહિત કુમાર ગુપ્તા કોર્ટ કમિશનરએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે ડાયનામેટીક ફોર્જિગ્સ કંપનીએ પંજાબ એન્ડ સિંઘ બેંક પાસે થી લોન લીધી હતી.અને તે લોન ચુકવામાં આવી નથી. જેના સંદર્ભે ડાયનામેટીક ફોર્જિગ્સ સામે રિકવરી પ્રોસેડીગ શરૂ કરવામાં આવ્યું છે.પંજાબ એન્ડ સિંઘ બેંકએ ઇનવેન્ન્ટ એ.આર.સી ને પોતાનો પોર્ટ ફોલિયો અસાઈન કરેલો હતો.અને નામદાર ડી.આર.ટીમાં લરનેટ રિકવરી સાહેબે 12/04/2022 ના ઓર્ડર પાસ કરેલો છે.જેની અંદર કામદાર પ્રગતિશીલ મંડળ યુનિયન ઓફ વર્ક્સ ડાયનામેટીક ફોર્જિગ્સ કંપનીનો 6કરોડ રૂપિયાનો ક્લેમ હતો જેમાં બીજા 28 લાખ રૂપિયા એમ્પ્લોય પ્રોવિડનફંડ ઓર્ગેનાઈઝરના અને 24 લાખ રૂપિયા ઇ.એસ.આઇ.સીના બાકી હતા.એવો એમનો ક્લેમ હતો. લરનેટ રીકવરી ઓફિસરએ એમના ક્લેમ ને ટોપ પ્રાધાન્ય આપ્યું છે. અને કામદારો માટે રૂપિયા 7 કરોડ રીઝવ રાખવાનો પણ ઓર્ડર કર્યો છે. સાથોસાથ તેમના દ્વારા નિર્દેશન પણ કરવામાં આવ્યું છે જે કામદાર પોતાના લિગ્લ ડોક્યુમેન્ટ અને તેની સાથે પોતાનો ક્લેમ રેઝ કરે જો તે લીગ્લી હશે તે ક્લેમ મેળવવાપાત્રના તો તેમને રકમ મળશે.
કામદારોએ ઓફિસિયલ લિક્વિડેટર મુંબઈ હાઈકોર્ટમાં તેમના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે કામદારોએ શાંતિપૂર્ણ પોતાનો કબજો કોર્ટ ને સોંપવાનો રહેશે. જો નહીં કરે તો કાયદાકીય રીતે આગળ કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ નિર્દેશન કરવામાં આવ્યું છે.