હેલીકોબેકટર પાઈલોરી બેકટેરિયાથી થનારા નાના આંતરડાના કેન્સરને મ્હાત આપવામાં પણ કારગત

મગજના આકાર જેવા અખરોટના અદભૂત ફાયદા

પોષકતત્વોથી ભરપૂર અખરોટ ખાવાથી અલ્સરની બીમારીથી પણ મળે છે રક્ષણ

આપણે આપણી ભોજન શૈલીમાં થોડી અમથી કાળજી કેળવી ધ્યાન દોરીએ, તો સ્વાસ્થ્ય વર્ધક મોટા ફાયદાઓ મેળવી શકીએ છીએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતોનાં મતાનુસાર, અખરોટને પણ દરરોજની ભોજનશૈલીનો એક ભાગ બનાવી દેવો જોઈએ અખરોટ ખાવાના અદભૂત ફાયદા છે. અખરોટમાં રહેલા પોષકતત્વો લોહી પરિભ્રમણ અને ખાસ મગજની ક્રિયાઓ માટે લાભદાયી છે. આ ફાયદાથી તો લગભગ બધા જાણકાર હશે જ પરંતુ તાજેતરમાં હેલ્થ એકસપર્ટસ દ્વારા કરાયેલા એક સંશોધનમાં એ ખુલાસો થયો છે કે, અખરોટ મગજને માટે તો ફાયદાકારક છે. જ પણ આ સાથે હોજરીને પણ ફાયદો કરે છે. અલ્સરનાં ઉપચારમાં ‘જડ્ડીબુટ્ટી’ સમાન છે. તો નાનાં આંતરડાના કેન્સર સહિત વિવિધ સમસ્યાઓના નિવારણમાં મોટી મદદરૂપ સાબિત થાય છે.

‘જર્નલ ઓફ કિલનિકલ બાયોકેમિસ્ટ્રી એન્ડ ન્યુટ્રીશિન’ પ્રકાશિત થયેલી શોધ અનુસાર, અખરોટનું સેવન હેલીકોર્બેકટર પાઈલોરી બેકટેરિયાથી થનારા સંક્રમણ સામે રક્ષણ આપે છે. અને આ બેકટેરિયા જ પેટ તેમજ નાના આંતરડામાં અલ્સરની સમસ્યા ઉભી કરે છે. અખરોટ આંતરડામાં સુરક્ષાત્મક પ્રોટીન અને એન્ટી ઈન્ફલેમેટરી પ્રતિક્રિયાઓ પેદા કરવામા સક્ષમ છે. જેનાથી પાઈલોરી સંક્રમણથી વ્યકિત બચી શકે છે. અને હોજરીની મોટાભાગની તમામ બિમારીઓમાંથી મૂકતી મેળવી શકે છે.દક્ષીણ કોરિયા સ્થિત સીએચએ કેન્સર પ્રિવેન્શન રિસર્ચ સેન્ટરનાં શોધકર્તાઓ મુજબ, વિકાસશીલ દેશોમાં પાઈલોરી સંક્રમણ સામાન્ય બાબત છે. સ્વચ્છતા સંબંધીત બાબતોમાં ઉણપ પણ આ સંક્રમણનો ભોગ બનાવે છે. આ માત્ર માણસથી માણસમાં નહિ પરંતુ ખાણી-પીણીના માધ્યમથી પણ ફેલાય છે. અખરોટના આ અદભૂત ગુણધર્મ માટે ઉંદરડા પર અભ્યાસ કરાયો હતો. અને એ પરથી સાબિત થયું છે કે, અખરોટ આંતરડાના કેન્સરને પણ મટાડવામાં કારગત છે.

અખરોટ મગજ માટે અતિલાભદાયી

અખરોટ સ્વાદીષ્ટની સાથે સ્વાસ્થ્ય માટે ઘણા પ્રકારે લાભદાયી છે એન્ટીઓકિસડેન્ટથી ભરપૂર અખરોટ એનર્જી, સુવ્યવસ્થિત લોહી પરિભ્રમણ, હેલ્ધી હાર્ટ, હાડકાની મજબુતાઈ માટે ફાયદાકારક છે. પણ ખાસ મગજ માટે અતિ લાભદાયી છે. મગજના જ આકાર સ્વરૂપ આ અખરોટ હયુમન બ્રેઈન માટે અતિલાભદાયી છે. અખરોટમાં ભરપૂર માત્રામાં ઓમેગા-૩ ફેટી એસિડ હોય છે જે મગજના કાર્યો પર ખૂબ પ્રભાવિત હોય છે. પોલીઅન સૈચુરેટેડ ફેટ યાદશકિત વધારવામાં ખુબ મદદરૂપ છે. આ સાથે ડિપ્રેશનને પણ ખત્મ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.