ગ્રાહકને સૌથી શ્રેષ્ઠ સેવા આપી વોલમાર્ટ નં-૧ સ્થાન હાસલ કરશે: સીઈઓ ડગ મેકમીલોન
રીટેલ ક્ષેત્રમાં રિલાયન્સના આગમનથી મસમોટી કંપનીઓ પણ હાફડી-ફાફડી થઈ ચૂકી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દ્વારા ઘણા સમયથી રીટેલ માર્કેટમાં પ્રવેશવા માટે પ્રયાસ થતો હતો. રિલાયન્સ માર્ટ સહિતના સાહસોથી રિલાયન્સે રીટેલ માર્કેટને કબજે કરવા તૈયારી કરી છે. આવી સ્થિતિમાં ઈ-કોમર્સ માર્કેટ મસમોટા વિકાસનું ક્ષેત્ર છે. જેથી કંપી ઉઠેલા વોલમાર્ટે રિલાન્સને ભરી પીવા માટે એમેઝોન સાથે હાથ મિલાવ્યો હોવાનું જાણવા મળે છે.
આ મામલે વોલમાર્ટના સીઈઓ ડગ મેકમીલીને જણાવ્યું હતું કે, રિલાન્સ અને એમેઝોન ભારતીય બજારમાં ખુબ એગ્રેસીવ રીતે આગળ વધી રહ્યાં છે.
જો કે, અમે પણ આ મામલે પાછળ નથી. નજીકના ભવિષ્યમાં વોલમાર્ટ નં-૧નું સ્થાન હાંસલ કરશે. એમેઝોન અને રિલાયન્સને પાછળ રાખશે.
અમે અન્ય કોઈપણ કંપની કરતા ગ્રાહકોને વધુ સારી રીતે સેવા આપી શકીએ છીએ. નોંધનીય છે કે, રિલાયન્સ, એમેઝોન અને ફલીપકાર્ટમાં ઈ-કોમર્સ ક્ષેત્રે મોટી જંગ ચાલી રહી છે.
ગ્રાહકોને વધુને વધુ અંકેશ કરવા માટે આકર્ષક ઓફર આપવામાં આવે છે. દેશમાં ઈ-કોમર્સ સેકટર ખુબ મોટું છે. વર્ષે-દહાડે અબજો રૂપિયાનો ટ્રાન્સેજકશન ઈ-કોમર્સમાં થાય છે. હવે તો યુવાધન નાની પેનથી માંડી દોઢ બે લાખ સુધીની વસ્તુઓનો ઓર્ડર ઓનલાઈન આપે જ છે. મોટી-મોટી કંપનીઓ ઈ-કોમર્સ સેકટરમાં જંપલાવી રહી છે. રિલાયન્સ પણ પાછળ નથી. રિલાયન્સે પણ વોટ્સએપ સાથે મળીને જીયોમાર્ટ શરૂ કર્યું હતું. આવી જ રીતે એમેઝોન પણ સક્રિય બન્યું છે. તેને પણ સેવાને તિવ્ર બનાવી છે.
ફોન-પે અને ફલીપકાર્ટ વચ્ચે ભાગીદારીની વાત ચાલતી હતી. વોલમાર્ટ અને ફલીપકાર્ટ પણ ઈ-કોમર્સમાં ભાગીદારીની વાતમાં આગળ વધી રહ્યાં હતા. અર્જેન્ટીના, ભારત અને લેટીન અમેરિકાના દેશોમાં વોલમાર્ટનું પ્રભુત્વ ધીમીગતિએ વધશે તેવી ધારણા છે.
હાલ તો વોલમાર્ટ અમેરિકા જેવા દેશમાં નામાંકીત સ્થાન ધરાવે છે. આવી જ લોકચાહના ભારતમાં મળે તે માટે કંપની સક્રિય છે.