કમિટીના સભ્યોએ ‘અબતક’ને આપી વિશેષ વિગતો
ગુજરાત એજયુકેશન કમિટી દ્વારા આરટીઈ કાયદાના પ્રચાર-પ્રસાર તેમજ વાલીઓને માહિતગાર કરવા આગામી તા.૭ને બુધવારે બપોરે ૩ થી સાંજે ૮ દરમિયાન રેસકોર્સ, આર્ટ ગેલેરી ખાતે કેમ્પ યોજાશે.
કાર્યક્રમની વિગતો આપવા આવેલા કમિટી સભ્યોએ કહ્યું હતું કે, આ વર્ષે વાલીઓની વધારેને વધારે જાગૃત કરવા તેમજ ન્યાયીક લડતમાં ભાગીદાર થવા આર.ટી.ઈ. બાળકોના વાલી મંડળની સ્થાપના કરાશે. તેમજ ઠરાવ વર્ષ ૧૯૭૯ મુજબ બાળકની જવાબદારી ૦ થી ૧૮ વર્ષ હોવાથી, આર.ટી.ઈ. કાયદો કે.જી થી ધો.૧૨ સુધી લાગુ કરવા માંગ કરાશે. તેમજ તેના માટે આગામી સમયની રણનીતિ ઘડાશે. આવનારા વર્ષ ૨૦૧૮-૧૯ માટે રાજકોટ શહેર ખાતે ૧૫૦૦૦ ફોર્મ ભરવાનો અને ગુજરાતનો ૧,૫૦,૦૦૦ ફોર્મ ભરવાનો લક્ષ્યાંક રખાશે તેમજ વાલીઓને જાગૃત કરવા ૩ લાખ પત્રિકાનું વિતરણ સમગ્ર ગુજરાતમાં કરાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા અધ્યક્ષ વિપુલભાઈ જાદવ, કાર્યકારી અધ્યક્ષ મોહનભાઈ સોનેગ્રા, સીની, ઉપપ્રમુખ મનીષકુમાર ઓડેદરા, ઉપપ્રમુખ મેરામણભાઈ ગંભીર, મહામંત્રી ગફારભાઈ પતાણી, મહામંત્રી મનીષભાઈ સાગઠિયા, સંગઠન મંત્રી પ્રવિણભાઈ વેગડ, અરવિંદભાઈ સરવૈયા, દિનેશભાઈ પ્રજાપતિ, નરેશભાઈ પરમાર, યુનુસભાઈ બેલીમ, દિપકભાઈ કાપડીયા વગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.