કેન્દ્ર સરકાર અને રાજય સરકારનાં અધિકારીઓ અને કર્મચારીઓની નિવૃતિની વયમર્યાદા એક સમાન કરવી જરૂરી

રાજય સરકાર અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને અધિકારીઓની નિવૃતિની વયમર્યાદા અલગ-અલગ છે. હાલમાં નિવૃતિની વયમર્યાદા ૫૮ છે. જેને વધારીને ૬૦ કરવામાં આવે તેમજ રાજય સરકાર અને કેન્દ્ર સરકાર નિવૃતિની વયમર્યાદા એક સમાન રાખે તેવી લોકમાંગ ઉઠી છે.

આ અંગે એડવોકેટ અંકિત વ્યાસે જણાવ્યું હતું કે, આદર્શ વયમર્યાદા ૬૦ વર્ષની હોવી જોઈઅે. જે સમાનતાનો અધિકાર એટલે કોન્સ્ટીટયૂશનનો રાઈટ છે તે બધાને એક સરખો જ મળવો જોઈએ અને સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગર્વમેન્ટમાં જ અલગ-અલગ વયમર્યાદા છે તે બંધારણની વિરુઘ્ધ છે. નિવૃતિ બાદ સીનીયર સીટીઝન પ્રવૃતિમય રહે છે જો સરકાર માટે ફાયદા‚પ છે. કારણકે એક અનુભવી કર્મચારી સરકારને પોતાના કામમાં મદદ‚પ બને છે.યમર્યાદા એક સરખી જ હોવી જોઈએ. સેન્ટ્રલ ગર્વમેન્ટમાં જે કર્મચારી નોકરી કરે છે જે શિક્ષક છે એ કર્મચારી ગ્રાઉન્ડ વર્ક ન કરતા હોય અને શાળામાં જ વર્ક કરતા હોય ત્યારે સ્ટેટ અને સેન્ટ્રલ ગર્વમેન્ટ અન્ય ઘણી જવાબદારી આપતા હોય છે. જેમ કે મતદારયાદી કલેકશન, વસ્તી ગણતરી, ઉંમર ૬૫ વર્ષ હોય છતાં પણ કામ કરતા હોય છે. ત્યારે તેવા કર્મચારીની નિવૃતીની વયમર્યાદા ૬૦ હોવી જોઈએ. જે કર્મચારી શારીરિક સ્વસ્થ હોય અને તેઓ સરકારને રજુઆત કરી શકે છે કે અમે આ કામમાં કાર્યરત રહેવા ઈચ્છીએ છીએ.

નિવૃત ડોકટર રાજેન્દ્ર જોષીએ જણાવ્યું હતું કે, ૩૮ વર્ષની ઉંમરે સ્વૈચ્છિક નિવૃતિ લીધા બાદ કેન્સર હોસ્પિટલ રાજકોટમાં ૯ વર્ષ નોકરી કરી ત્યારબાદ પોતાનું કલિનીક શ‚ કર્યું હતું. મારા મતે સિનિયર સીટીઝનની વયમર્યાદા ૬૫ થી ૭૦ વર્ષની હોવી જોઈએ. સિનિયર સિટીઝન અશોક પારેખે જણાવ્યું હતું કે, હું ૬૦ વર્ષની ઉંમરે નિવૃત થયો છું. અત્યારે મારી ઉંમર ૬૫ વર્ષ છે. નિવૃતિની આદર્શ વયમર્યાદા ૬૦ વર્ષની છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.