વાજિદ ખાન ભાઈ સાજિદ માટે ‘હુડ હુડ દબંગ’ ગીત હોસ્પીટલમાં ગાયું
મ્યુઝિક ડાયરેક્ટર અને ગાયક વાજિદ ખાનનું સોમવારે નિધન થયા બાદ સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે. જેમાં વાજિદ ખાન ભાઈ સાજિદ માટે સલમાનની ફિલ્મનું ગીત ‘હુડ હુડ દબંગ’ ગાઈ રહ્યો છે.
સોમવારે પહેલી જૂને વહેલી સવારે વાજિદ ખાનનું ખાનગી હૉસ્પિટલમાં નિધન થયું હતું. ત્યારબાદ બપોર પછી સોશ્યલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થયો છે. આ વીડિયોમાં વાજિદ ખાન ભાઈ સાજિદ માટે ‘હુડ હુડ દબંગ’ ગાતા નજરે પડે છે. સંગીતકારે દાઢી કઢાવી નાખી હોવાથી તેઓ તરત ઓળખાતા નથી. ગીત ગાતા ગાતા વાજિદને તકલીફ થતી હોવાનું પણ વીડિયોમાં દેખાય છે.
જુઓ વાયરલ થયેલો વીડિયો :
R.I.P #WajidKhan , Year 2020 is cruel ?
Inna lillahi wa inna ilayhi raji’un#RIPWajidKhan #SajidWajid pic.twitter.com/Vgyx9TydUR
— Md Tousif (@MdTousi54071392) June 1, 2020