- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે રમત-ગમત ક્ષેત્રમાં અનોખી સિદ્ધિ: કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ વાજા રીતુની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા
ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024 દેશના સાત ઉત્તર-પૂર્વ રાજ્યોમાં યોજાઈ રહી છે. જેમાં મલ્ટિસ્પોર્ટ મીટ 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી અને 29 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2024 ગૌવાહાટી આસામ ખાતે જુડો રમતમા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ત્રણ ખેલાડી બહેનો વાજા રીતુ, નાખવા પ્રેમના, કૃપા ચૌહાણ ક્વોલિફાઈડ થયા હતા અને ખેલો ઈન્ડિયા રમતોમાં ભાગ લીધો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં સર્વપ્રથમ એવી ઘટના હશે કે જુડો બહેનોમાં ખેલો ઇન્ડિયા સુધી આપણી ત્રણ ખેલાડીઓ પહોંચી છે. ગૌવાહાટી ખાતે યોજાએલ ખેલો ઈન્ડિયા જુડો રમતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની વાજા રીતુએ ચોથો નંબર પ્રાપ્ત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ વાજા રીતુ, તમામ ખેલાડીઓ, કોચ કિષ્ના જોષી અને મેનેજર ડૉ. પૂનમ જુડાસિયાને અભિનંદન પાઠવ્યા હતા.