૮૨૮૮ આસામીઓએ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લીધો: કોર્પોરેશનની તિજોરી છલકાઈ
વેરામાં વ્યાજ માફી યોજનાના કારણે કોર્પોરેશનની તિજોરી છલકાઈ રહી છે. છેલ્લા ૧૦ દિવસમાં વેરા પેટે ૧૦ કરોડ રૂપિયાની આવક વા પામી છે. ૮૨૮૮ આસામીઓએ વન ટાઈમ સેટલમેન્ટ યોજનાનો લાભ લીધો છે. ચાલુ નાણાકીય વર્ષમાં મહાપાલિકાને રૂ.૨૦૮ કરોડની આવક વા પામી છે.
આ અંગે ટેકસ બ્રાન્ચના સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ મહાપાલિકામાં ગત ૧લી માર્ચી વેરામાં વ્યાજ માફી યોજના શરૂ થઈ છે. જે અંતર્ગત આજે ૧૦ દિવસમાં ૯.૭૪ કરોડ રૂપિયાની આવક થવા પામી છે. ૮૨૮૮ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાન્ચને રૂ.૨૦૫ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જે રીવાઈઝડ કરી રૂ.૨૩૦ કરોડ કરવામાં આવ્યો છે. આજ સુધીમાં મહાપાલિકાને વેરા પેટે રૂ.૨૦૮ કરોડની આવક હતવા પામી છે અને ૨૫૧૪૬૪ કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે. આગામી ૩૧ માર્ચ સુધી વ્યાજ માફી યોજના ચાલુ રહેશે. ત્યારબાદ ૧૦ દિવસનો બ્રેક લેવામાં આવશે અને ફરી ૧૧ થી ૩૦ એપ્રિલ સુધી વ્યાજ માફી યોજના શ‚ શે જેમાં કરદાતાઓને ૨૫ હજાર સુધીનું વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવે છે. ત્યારે ૨૫ થી ૫૦ હજાર સુધીના વ્યાજમાં ૫૦ ટકાની રાહત, ૫૦ થી ૧ લાખ સુધીના વ્યાજમાં ૨૫ ટકા સુધીની રાહત આપવામાં આવે છે અને ત્યારબાદ તમામ વ્યાજની રકમ પર ૧૫ ટકા માફી આપવામાં આવે છે.
વ્યાજ માફી યોજનાની સાથો સાથ કોર્પોરેશન દ્વારા હાર્ડ રીકવરીની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જેમાં મિલકતો સીલીંગ કરવા સહિતની કાર્યવાહી શરૂ કરાઈ છે.