આજ બસ હવે થઈ મારી રાહ પૂરી,
દરેક જીવનની ઘડી લાગે અધૂરી,
ક્યારે કહીશ હવે તું મને ?
કે કરું છું હું પણ બસ પ્રેમ તને,
સમય વિતી ગયો સાંજ સુધીનો,
હવે તો બસ જોવાય તારા જવાબની ઘડી,
કેટલાં સમય સુધી હું રહ્યો તારા વિચારમાં,
કેટલાં પત્રો લખ્યા તારી રાહમાં,
કેટલાં સંબંધો તોડયા તારા સાથમાં,
કેટલાં ધબકારા સાંભળ્યા તારી હા/નામાં?
કહ્યું હતું તે છેલ્લી વાર મળ્યા તેમાં,
સંબંધોની આપણે મળી કરીશું નવી શરૂઆત,
જ્યારે હું ભૂલી જાવ મારું ભૂતકાળ,
અને બની જાવ હું યોગ્ય તારા સાથમાં,
દરેક દિવસ લાગે હવે મને ટૂકો,
દરેક વાત લાગે હવે મને વ્યર્થ,
દરેક શબ્દ લાગે મને અધૂરો,
કારણ,
હું બન્યો બસ તારા એક જવાબ માટે તરસ્યો,
સમય ભૂલી એકલતમાં જોઊ તારા જવાબની રાહ.