અબતક-રાજકોટ
રાજકોટ એસટી વિભાગમાં ચાંદી ચાંદી જ લાગી રહી છે. દિવાળીમાં અઢળક આવક બાદ હવે લગ્નની સિઝનમાં પણ એસટી વિભાગમાં લાબું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. એસટી વિભાગની 50 થી વધુ બસ જાનૈયાઓ માટે અગાઉથી બુક કરવામાં આવ્યું છે. જેના કારણે લગ્નની સિઝનમાં રોજ રૂ.3 થી 4 લાખની આવકમાં વધારો જોવા મળશે.
આ લગ્નગાળાની સીઝન અંતર્ગત આવતા 15 દિવસ માટે 2ાજકોટ એસ.ટી. વિભાગમાં જાન લઈ જવા માટેની બસોની વર્ધીમાં પણ સા2ા એવા બુકીંગ થઈ ગયા છે. 2ાજકોટ એસ.ટી. વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ લગ્નગાળા માટે આવતા 15 દિવસ સુધી 50 થી વધુ એસ.ટી. બસોના જાન લઈ જવા માટે બુકીંગ થઈ ગયા છે. એસ.ટી. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ લગ્નગાળાની વર્ધી માટે સૌથી વધુ મુખ્યમંત્રી યોજના અંતર્ગત 2ાહતદ2ે અપાતી બસોના બુકીંગ થયા છે. આ યોજનાનું અનુસંધાને મીનીમમ રૂા.2થી 4 હજા2 ભાડુ વસુલવામાં આવે છે.ગુજરાત વાહન વ્યવહાર વિભાગની બસોમાં ટ્રાફિકથી બચવા અને સરળતાથી મુસાફરી કરવા માટે લોકો હવે એડવાન્સ અથવા તો ઓનલાઇન બુકિંગ તરફ વળ્યા છે.
દિવાળી બાદ લગ્નની સિઝનમાં રોજ રૂ.3થી 4 લાખની થશે આવક:
દિવાળી બાદ હવે એસટીને લગ્નની સિઝન ફળી
હાલમાં જ દિવાળીના તહેવા2ો પૂ2ા થયા છે અને હવે લગ્ન ગાળાની મોસમ શરૂ થઈ છે. હવે આ ચાલુ આખો માસ લગ્નગાળો પૂ2 બહા2માં ખીલના2 છે. ત્યારે 2ાજકોટ એસટી વિભાગને લગ્નની મૌસમ ફળી છે. જ્યાં રાજકોટમાં જાનૈયાઓએ લગ્નો માટે 50થી વધુ બસને 15 દિવસ માટે બુક કરી છે. જેને પગલે 2ાજકોટ એસ.ટી. વિભાગની દૈનિક આવકમાં પણ રૂા.3 થી 4 લાખનો વધા2ો થવાની સંભાવના છે.