અબતક, સબનમ ચૌહાણ
સુરેન્દ્રનગર
ચાલુ વર્ષે મેઘરાજાએ રૂસણ કર્યા છે. સૌરાષ્ટ્રમાં જળ કટોકટી સર્જાય તેવી ભીતી છે. એવામાં સુરેન્દ્રનગર પંથકમાં હજુ પણ 64 ટકા વરસાદની ખાધ છે. અને કેટલાક ગામોના ખેડુતો હજુ સુધીવાવણી પણ નથી કરી શકયા ત્યારે જીલ્લાના બે હજાર ખેડુતો આવતીકાલે સુરેન્દ્રનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને સહાય આપવા કલેકટરને રજુઆત કરશે. સુરેન્દ્રનગર ના ખેડૂતો ની આર્થિક પરિસ્થિતિ ખૂબ કથળી બનતી જઈ રહી છે જિલ્લામાં ચોમાસુ અનિયમિત રહ્યું છે ત્યારે ચાલુ વર્ષની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર પંથકમાં ચોમાસા દરમ્યાન માત્ર 36 ટકા જેટલો વરસાદ પડ્યો છે કે હાલની પરિસ્થિતિમાં જાણવામાં આવે તો તમામ ડેમો ના તળિયા પણ ઝાટક થઇ ગયા છે.
જિલ્લામાં સતત વરસાદ ખેંચાઈ રહ્યો છે પરિસ્થિતિ મુજબ જિલ્લામાં હજુપણ 64 ટકા જેટલા વરસાદની ખાદ્ય વર્તાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાયો છે ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 49 દિવસથી વરસાદ આવ્યો નથી જેને લઇને જિલ્લાના ખેડૂતોના ઉભા પાકો સુકાવા લાગ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના ગામડાઓના ખેડૂતો દ્વારા વરસાદ આધારીત ખેતી કરવામાં આવતી હોવાના કારણે હાલની પરિસ્થિતિ મુજબ જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ હોવાના પગલે ખેડૂતોના ઉભા પાકો બળવા લાગ્યા છે.ચોમાસાની સિઝનના શરુઆતી સમયમાં સારો એવો વરસાદ ખાબક્યો હતો તે જ સમયે 30 ટકા જેટલો વરસાદ જિલ્લામાં બાકી જવા પામ્યો હતો પરંતુ ત્યારબાદ જિલ્લામાં વરસાદ ખેંચાયો છે બે માસમાં માત્ર 6 ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેને લઇને અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ફક્ત 56 ટકા જેટલો વરસાદ નોંધાયો છે
જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના કપાસ તલ જેવા ઉભા પાકો બળવા લાગ્યા છે કારણકે અનેક તાલુકાઓમાં વરસાદ આધારીત ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. વરસાદે જાણે વિરામ લઇ લીધો હોય તેવું લાગી રહ્યું છે 54 ટકા વરસાદની ખાધ સાથે ખેડૂતોના ઉભા પાકો ખેતરમાં પડી રહ્યા છે જેને લઈને હાલમાં ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટી જવા પામ્યા છે. જે વરસાદ આધારીત ખેતી છે તેવા વિસ્તારમાં વાવેતર પણ હજુ સુધી થઈ શક્યા નથી જેમાં ખાસ કરીને ધાંગધ્રા પંથકના અનેક ગામડાઓ એવા રહ્યા છે જેના ખેડૂતો દ્વારા વાવેતર પણ કરવામાં આવ્યા નથી ઘરે આવી પરિસ્થિતિમાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ કથળી બનતી જઈ રહી છે તેવા સંજોગોમાં કાલે સુરેન્દ્રનગર ખાતે જિલ્લાના બે હજારથી વધુ ખેડૂતો ઉમટી પડશે અને જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેકટરને આ મામલે રજૂઆત કરી અને ખેડૂતોને તાત્કાલિકપણે સહાય ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે.