એક તરફ ઇ ગવરનન્સની વાહ વાહી કરી ઓનલાઇન અને ડિજિટલ કામગીરીની બડાસ હાકતી ગુજરાત સરકારના રાજમાં મોરબી જિલ્લામાં આધારકાર્ડની કામગીરી ઠપ્પ થઈ જતા લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે અને એક આધાર માટે ૧૦ થી ૧૫ દિવસનું વેઇટિંગ ચાલી રહ્યું હોવાની ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મોબાઈલ સીમકાર્ડથી લઈ રેશનકાર્ડ, ગેસ, બેન્ક એકાઉન્ટ સહિતની બાબતો માટે આધારકાર્ડ ફરજીયાત બનાવ્યા છે તો બીજી તરફ મોરબી જિલ્લામાં આધારકાર્ડ કાઢી આપવામાં જિલ્લા વહીવટીતંત્ર ઉણું ઉતર્યું છે, લાખોનો વસ્તી ધરાવતા મોરબીમાં માત્ર લાલબાગ તાલુકા સેવા સદનમાં એક જ સ્થળે આધારકાર્ડ કાઢવામાં આવી રહ્યા છે.

આધારકાર્ડ કાઢવામા મોરબીમાં અલગ જ રીતે રસમ અપનાવી કોન્ટ્રકટરના માણસો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા નાગરિકને ટોકન આપી દસ, બાર કે પંદર દિવસ બાદ આવવા જાણવામાં આવે છે.

આજ રીતે તાલુકા કક્ષાએ પણ રેઢિયાળ કામગીરી ચાલુ છે અને ટંકારા અને માળીયાને બાદ કરતાં અન્ય તાલુકામાં આધાર કીટ સંકેલી લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અન્ય જિલ્લામાં બેન્ક, પોસ્ટ ઓફીસ ઉપરાંત જિલ્લા કલેકટર તંત્ર મારફતે મોટાપાયે આધારકાર્ડ કાઢી આપવામાં આવે છે પરંતુ મોરબીમાં આધારની કામગીરી આધાર વગરની બની જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.