જુની નોટો બદલવાની સમયમર્યાદા મામલે રાહત આપવી તો તમામને આપવી તેવુ વલણ વડી અદાલતનું હોવાથી લોકોને જુલાઇ સુધી મળી શકે છે રાહત
મોદી સરકારે ‚રુ.પ૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ઉપર રાતોરાત પ્રતિબંધ મૂક્યા બાદ હવે એક રીતે મોટા ભાગની જુની નોટો બદલાઇ ચૂકી છે. પરંતુ ઘણા લોકો એવા છે જેમની પાસે ‚ા.પ૦૦ અને ૧૦૦૦ની રદ્દી નોટો પડી છે. આ લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. લોકોને જુલાઇ પછી પણ જુની નોટો બદલી દેવાનો અવકાશ આપવામાં આવે તેવી શક્યતા છે. હાલ આ મામલો સુપ્રિમ કોર્ટમાં છે. કોર્ટનું વલણ આ મામલે કેવુ હશે તે જોવાનું રહ્યું.
તાજેતરમાં જુની નોટો બદલી આપવાની સમયમર્યાદા વધારવા માટે વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી હાથમાં લઇને વડી અદાલતે મત વ્યક્ત કર્યો હતો કે જો સમયમર્યાદા મામલે રાહત અપાય તો કોઇ એક નહીં તમામને આપવી પડશે. જેથી જો વડી અદાલત સમયમર્યાદા વધારશે તો હજુ જુલાઇ બાદ પણ જુની નોટો બદલી શકાશે. સરકારે નોટબંધી બાદ જુની નોટો બદલવા માટે અવારનવાર નિર્ણયોમાં ફેરફાર કર્યા હતા. સરકારે ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી જુની નોટો સ્વીકારવાની તૈયારી બતાવી હતી. અલબત આ સમયમર્યાદા જો કોઇ વ્યક્તિ જેન્યુઇન કારણસર નોટ બદલી ન શકી હોય તો વધારવાનો નિર્ણય લેવાઇ શકે છે. આ મામલે હજુ વડી અદાલતનો નિર્ણય આખરી રહેશે.
જો સમયમર્યાદા વધારવામાં આવશે તો ટકાવારી લઇને નોટ બદલી આપતા શખ્સોને ચાંદી થઇ પડશે. ઘણા સમયથી ૮૦ ટકા લઇને નોટ બદલી આપવાનું ષડયંત્ર ચાલુ છે. એનઆરઆઇ કુરિયરના મારફતે નોટ બદલવાના પેંતરા કરી રહ્યા છે. જેનો મતલબ થયો કે હજુ લોકો પાસે બહોળા પ્રમાણમાં ‚ા.૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટો પડી છે. સરકાર સમયમર્યાદા વધારશે તો આ જુની નોટો ફરી અર્થતંત્રમાં આવશે. એકરીતે કાળુ નાણું પણ આ સમયમર્યાદા વધારવાના નિર્ણયના કારણે અર્થતંત્રમાં પરત ફરી શકે તેવી શક્યતા નકારી શકાય નહીં.