દીકરીઓની ઉપસ્થિતિમાં આણુ દર્શન, રાસ-ગરબા, ફોટોસેશન સહિતના કાર્યક્રમો
અબતક, રાજકોટ
દેશ વિદેશમાં પોતાની સેવા પ્રવૃતિથી સુવાસ પ્રસરાવનાર ‘દીકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી માતા-પિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ રર દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવવામાં આવે છે. ચાલુ સાલ સતત ચોથા વર્ષે ‘દીકરાનું ઘર’વૃઘ્ધાશ્રમ અને સ્વ. હિરાભાઇ જીવાભાઇ તળાવીયા, ગં.સ્વ. શાંતાબેન હિરાભાઇ તળાવીયાના સંયુકત ઉપક્રમે આગામી તા. 26-12ને રવિવારે રર દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાશે.
આવતીકાલે રવિવારે વહાલુડીના વિવાહનો પ્રથમ કાર્યક્રમ લગ્નોત્સવમાં ભાગ લેનાર દીકરીઓની ઉ5સ્થિતિમાં આણુદર્શન, ફોટોસેસન તેમજ રાસગરબાનો ગરીમાપૂર્ણ કાર્યક્રમ યોજાશે. સવારે 8.30 થી આ કાર્યક્રમનો પ્રારંભ થશે જે આર.ડી. ગારડી કોલેજ ઓફ એજયુકેશન, હરીપર (પાળ) ખાતે યોજાશે. આ કાર્યક્રમ ‘દીકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમના કાર્યકર્તાઓની ઉ5સ્થિતિમાં યોજાશે.
તા. ર6-1ર ના રોજ અત્યંત ભવ્યાતિભવ્ય લગ્નોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આવતીકાલે યોજાનાર કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ ઉ5સ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમનુ અનેરુ આયોજન અને વ્યવસ્થા દીકરાનું ઘર ના સ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કીરીટભાઇ આદ્રોજા, ભરતભાઇ તળાવીયા અને ભાવેશભાઇ તળાવીયા (ઓસ્કાર ગ્રુપ) ના માર્ગદર્શન નીચે થઇ રહ્યું છે.
આ કાર્યક્રમને યશસ્વી બનાવવા અશ્ર્વિનભાઇ પટેલ, કીરીટભાઇ પટેલ, ગૌરાંગભાઇ ઠકકર, પ્રવિણ હાપલીયા, હસુભાઇ રાચ્છ, રાકેશભાઇ ભાલાળા, દિપકભાઇ જલુ, ધર્મેશ જીવાણી, પ્રજ્ઞેશ પટેલ, સુનીલ મહેતા, ઉપેનભાઇ મોદી, હરેન મહેતા, ડો. શૈલેષ જાની, ઘનશ્યામભાઇ રાચ્છ સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકપ્રિય બનેલ વહાલુડીના વિવાહ યશસ્વી બને તે માટેનું માર્ગદર્શન સંસ્થાના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, ડો. નિદતભાઇ બારોટ, વલ્લભભાઇ સતાણી, પ્રતાપભાઇ પટેલ અને વસંતભાઇ ગાદેશા પુરુ પાડી રહ્યા છે.
રવિવારના રોજ વ્હાલુડીના વિવાહમાં પ્રથમ કાર્યક્રમનું આયોજન સવારે 8.30 વાગ્યે શરૂ થશે. જેમાં દિકરીઓ માટે આણુ દર્શનથી માંડી ફોટો સેશન અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર વ્હાલુડીના વિવાહનું આયોજન દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના કાર્યકરતાઓની પણ મહેનત રંગ લાવશે. જેના દ્વારા વ્હાલુડીના વિવાહનો કાર્યક્રમ અત્યંત અદ્ભુત રીતે ઉજવાશે. આવતી કાલે રવિવારના રોજ વ્હાલુડીના વિવાહમાં 22 દિકરીઓનો લગ્નોત્સવ ઉજવવામાં આવશે.
આ લગ્નોત્સવમાં માતા-પિતા વિહોણી અથવા પિતાની છત્ર છાયા ગુમાવનારી 22 દિકરીઓને રંગે ચંગે સાસરે મોકલવામાં આવશે.