Table of Contents

સતત ચોથા વર્ષે સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ ‘દીકરાના ધર’ દ્વારા ‘વહાલુડી ના વિવાહ’ નું જાજરમાન આયોજન

બે લાખ રૂપિયાનું કરિયાવર દીકરીઓને અપાશે : આણું દર્શન, રાસ-ગરબા ફોટોસેશન અને સંગીતનો કાર્યક્રમ યોજાયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક અલગ જ થીમ સાથે વિવાહનું રંગેચંગે આયોજન કરવામાં આવશે સાથે કોરોના ગાઇડ લાઇનનો પણ ચુસ્તપણે પાલન કરાશે

દરેક પિતાની ઇચ્છા હોય કે તેની દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવે અને જાજરમાન રીતે તેની વિદાય યોજાય પરંતુ ઘણી એવી નથી કર્યો હોય છે કે જેને પિતાની છત્રછાયા હોતી નથી ત્યારે આ પ્રકારની દીકરીઓને રંગેચંગે અને જાજરમાન રીતે પરણાવવા માટે સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ ’દીકરાનું ઘર’ રાજકોટ છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ સારી રીતે આયોજન થઈ આ રહ્યું છે ત્યારે સતત ચોથા વર્ષે પણ આગામી 26 ડિસેમ્બરના રોજ 22 દિકરીઓ પ્રભુતામાં પગલા માંડશે તે અન્વયે ટ્રસ્ટ દ્વારા આણું દર્શન, રાસ ગરબા, સંગીત અને ફોટોસેશન નું આયોજન કર્યું હતું જેમાં બંને પક્ષો તરફથી 25 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આણું દર્શનના પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા આશરે બે લાખ રૂપિયાનું ભાવથી અનુદાન પણ આપવામાં આવ્યું હતું

હાલ કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઇ આમંત્રિત મહેમાનોને જ બોલાવવામાં આવી રહ્યા છે પરંતુ જે 22 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે તેમને એક પણ ચીજ ઓછી ન પડે તે વાતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને તેની ઝીણવટ ભરી રીતે સાર સંભાળ પણ લેવામાં આવી રહી છે. આ પ્રસંગે અનેક સેવાભાવી લોકોએ પણ આર્થિક સહાયનો ધોધ વરસાવ્યો હતો. જે 22 દીકરીઓ તેમનું નવું જીવન આગામી 26 ડિસેમ્બરના રોજ શરૂ કરવા જઈ રહી છે તેવું પણ માનવું છે કે તેઓને આ પ્રકારના આયોજન ની અપેક્ષા કોઈ દિવસ ન હતી અને તેમના પરિવારને પણ કલ્પના ન હતી કે તેમની દિકરીના લગ્ન આટલા ધામધૂમથી થઇ શકે છે.

ટ્રસ્ટના સભ્યોનું એ પણ માનવું છે કે તેઓ આ પ્રકારના કાર્યક્રમ થકી પિતા વિહોણી દીકરીઓના મોટાભાઈ અથવા તો પિતાની તોલે આવવાનો અવસર મળે છે જેથી તેમને કોઈપણ ચીજ વસ્તુઓ ન ઘટે અને તેઓ કોઈ પણ તકલીફમાં ન મુકાય તે સહદેવ ધ્યાન રાખવામાં આવતું હોય છે અને ટ્રસ્ટની તે સૌથી મોટી જવાબદારી પણ રહેતી હોય છે. બીજી તરફ ટ્રસ્ટના વિવિધ સભ્યોએ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ લગ્નોત્સવમાં કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર આર્થિક રીતે નબળા પરિવારની માતા-પિતા વિહોણી અવા પિતા કે માતાની છત્રછાયા ગુમાવનાર રર દીકરીઓ પ્રભૂતામાં પગલાં માંડશે.

22 દીકરીઓને પરણાવવાનો આ એક અનેરો અવસર અને એક વિશેષ તક મળે છે : મુકેશભાઈ દોશી

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ દોશીએ અબતક સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું, કે અત્યાર સુધી છેલ્લા ત્રણ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે જેમાં કુલ 66 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે ત્યારે આગામી 26 ડિસેમ્બરે જે 22 દીકરીઓ અનુ નવું જીવન શરુ કરશે ત્યારે તે સમયને ધ્યાને લઇ દરેક પ્રશ્નના સભ્યોને આ અવસર અનેરો લાગે છે અને આને એક વિશેષ તરીકે પણ જોવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે જે દીકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે તેવો પિતા વિહોણી હોય છે જેથી એક પિતાની દરેક જવાબદારી અથવા તો એક મોટાભાઈની દરેક જવાબદારી પૂર્ણ કરવાનો લહાવો મળતો હોય છે . તેથી આ જવાબદારી ખૂબ વિશેષ રૂપથી નિભાવવામાં આવે તે વાતની હર હંમેશ તકેદારી રખાઇ છે

વહાલુડી ના વિવાહ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક બ્રાન્ડ બની ગઈ છે : કિરીટભાઈ આદ્રોજા

સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી એવા કિરીટભાઈ આદ્રોજા એ પત્રક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વહાલુડી ના વિવાહ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એક બ્રાન્ડ બની ગઈ છે જેથી સંપૂર્ણ જ્ઞાન આ કાર્યક્રમ ઉપર કેન્દ્રિત કરવામાં આવે છે અને રંગેચંગે આ પ્રસંગને કેવી રીતે પાર પાડવામાં આવે તે દિશામાં સતત ચર્ચા વિચારણા થતી હોય છે. ઘરમાં જ્યારે એક દીકરી હોય અને તેના લગ્ન કરવાના હોય તે સમયે પણ અનેક વિચારો થતા હોય કે પ્રસંગ કેવી રીતે વિના વિઘ્ને પાર પાડવામાં આવે ત્યારે અહીં દર વર્ષે 22-22 દીકરીઓના લગ્ન કરવામાં આવે છે ત્યારે ટીમ વર્ક ના સહારે આ કાર્ય સફળતાપૂર્વક પાર પડે છે અને દરેક દીકરીઓને વ્યક્તિગત રીતે તેમની ઈચ્છા પણ પૂછવામાં આવતી હોય છે. વધુમા તેઓએ જણાવ્યું હતું કે દર વર્ષે વહાલુડી ના વિવાહ ની થીમ અલગ અલગ રાખવામાં આવતી હોય છે જે આગામી 26 ડિસેમ્બરના રોજ દરેક લોકો ને નિહારી શકશે

જે 22 દીકરીઓ  પ્રભુતામાં પગલા માંડશે તે અમારા પરિવારનો એક અવિભાજય અંગ છે : સુનિલભાઈ વોરા

અબતક સાથે વાતચીત કરતા ટ્રસ્ટી સુનિલભાઈ વોરાએ જણાવ્યું હતું કે જે અધિકારીઓ પોતાનું નવું જીવન શરૂ કરતી હોય છે તે હરહંમેશ પરિવારનો એક અવિભાજ્ય અંગ બની જાય છે અને લગ્ન બાદ પણ ટ્રસ્ટના કાર્યકરો દ્વારા તેમની સાથે નિયમિત રીતે વાતચીત કરવામાં આવે છે અને દરેક પ્રસંગો પાથ તેઓને આમંત્રિત પણ કરાય છે. ના જણાવ્યા મુજબ ટ્રસ્ટની જવાબદારી માત્ર લગ્ન કરાવ્યા સુધી જ સીમિત નહીં પરંતુ ત્યારબાદ પણ જવાબદારી ખૂબ વધી જાય છે જેથી લગ્ન પૂર્વે પણ દરેક દીકરીઓને એ વાત પૂછવામાં આવે છે કે તેમને કોઈ પણ ચીજ ઘટતી તો નથીને અને તેમની ઈચ્છા મુજબ જ દરેક કાર્ય કરવામાં આવતા હોય છે.

મને કલ્પના નહોતી કે મારા લગ્ન આટલા જાજરમાન રીતે થશે : ભૂમિ ખેર

ભૂમિ ખેર નામક દીકરીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું,કે તેને અથવા તો તેના પરિવારને સહેજ પણ કલ્પના નહોતી કે તેના લગ્ન આટલા જાજરમાન સ્વરૂપે થશે. વધુમાં તેને જણાવતા કહ્યું હતું કે ના પિતા હયાત નથી પરંતુ સમર્પણ ટ્રસ્ટ દ્વારા જે વહાલુડી ના વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વર્ષે તેને જે તક મળી છે તેનાથી તેના પિતાની ખોટ પણ સાલતી નથી.

ઉમા તેને જણાવતાં કહ્યું હતું કે જો તેના લગ્ન પરિવાર દ્વારા કરવામાં આવ્યા હોત તો પણ આટલા સારી રીતે થઈ શક્યા ન હોત અને અહીં દરેક કાર્યકરો પોતાના પરિવારના સભ્યની જેમ જ સતત ધ્યાન રાખે છે જે ખરા અર્થમાં ખૂબ જ મહત્વનું છે.

આ  સમૂહ લગ્ન નહીં, પરંતુ પરિવારનો  પ્રસંગ હોય તે રીતે આયોજન કરવામાં આવે છે : ભાગ્યશ્રી દાણીધારીયા

ભાગ્યશ્રી દાણીધારીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભલે વહાલુડી ના વિવાહમાં  એક સાથે 22 દીકરીઓ પોતામાં પગલા માંડતી હોય પરંતુ ખરા અર્થમાં તો આ સહેજ પણ સમૂહ લગ્ન નથી પરંતુ એક પરિવાર નો પ્રસંગ હોય તે રીતે આ નું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેણે માહિતી પણ આપી હતી કે જ્યારે તેને ફોર્મ ભર્યું અને જે સમયે તેમનું ફોર્મ સિલેક્ટ થયું ત્યારે સહેજ પણ આશા ન હતી કે ટ્રસ્ટ દ્વારા આટલા સારી રીતે અને હાજરમાં રૂપથી લગ્ન કરવામાં આવતા હોય છે.

અંતમા તેણે એમ પણ જણાવ્યું કે તે દરેક દીકરીઓને અપીલ કરે છે જે જે અધિકારીઓ લગ્ન કરવા ઈચ્છતી હોય અથવા તો તેના પર માતા-પિતા અથવા તો પિતાની છત્રછાયા ન હોય તેઓએ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ નો જ સંપર્ક કરવો જોઈએ જેથી તેઓને દરેક સુખ સુવિધા મળી રહે અને એક પરિવારની ભાવના સતત ઉજાગર થતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.