સમર્પણ ચેરિ. ટ્રસ્ટ સંચાલિત ‘દીકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમ દ્વારા જાજરમાન લગ્નોત્સવમાં ર ઘોડી, ર વીન્ટેજ કાર, પ બગી, ડી.જે. પાર્ટી, બેન્ડ-વાજા, ઢોલ નગારાની બઘડાટી: રર દિકરીઓને રરપ વસ્તુઓનો કરિયાવર
અબતક, રાજકોટ
સમર્પણ ચેરી. ટ્રસ્ટ સંચાલિત ‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમ દ્વારા તાજેતરમાં રજવાડી ઠાઠથી વ્હાલુડીના વિવાહ-4 નું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ‘દિકરાનું ઘર’ વૃઘ્ધાશ્રમ અને સ્વ. હિરાભાઇ જીવાભાઇ તળાવીયા અને સ્વ. શાંતાબેન હિરાભાઇ તળાવીયા પરિવારના સંયુકત ઉપક્રમે અને પટેલ ટીમ્બર માર્ટ અને ઓસ્કાર બિલ્ડરના ભાવેશભાઇ તળાવીયાના સહયોગથી યોજવામાં આવેલ. લગ્નોત્સવમાં દરેક દિકરીના અલગ અલગ સુશોભીન મંડપનો સેટ ગોઠવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રર દિકરીઓને શ્રીજી બાવાના આશિર્વાદ મળે તે હેતુથી 108 પ્રસાદનો મહા અન્નકુટ તેમજ રરપ જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી.
મહેમાનો માટે ભવ્ય કલાત્મક સ્ટેજ અને દિકરીઓની શાનદાર એન્ટ્રી વચ્ચે શહેરના પ્રસિઘ્ધ રેડીયો, ટી.વી. કલાકાર નિલેશભાઇ પંડયા અને તેની ગ્રુપ દ્વારા લગ્ન ગીતોની રમઝટ સાથે આમંત્રીતો માટે અલગ સેલ્ફી પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી. બહાર ગામથી આવેલ દિકરીઓ માટે ટોપ હોટેલમાં ઉતારાની વ્યવસ્થા ઉપરાંત ચા-કોફી નાસ્તો તેમજ કાઠીયાવાડી ભોજનની સુંદર વ્યવસ્થા ઉડીને આંખે વળગે તેવી હતી.
રર દિકરીઓના પગ ધોઇ, પૂજન આરતીમાં સમાજ શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા. કાયમી યાદગાર બની જાય તેવા આ લગ્નોત્સવમાં ભવ્ય પ્રોશેશન જેમાં બે ઘોડી, બ વીન્ટેજ કાર, પ બગી, ડી.જે. પાર્ટી, બેન્ડ વાજા, ઢોલ નગારા જેવી સુંદર વ્યવસ્થા કરાઇ હતી. સમગ્ર આયોજનમાં એક કરોડના વીમાથી કાર્યક્રમને સુરક્ષીત કરવામાં આવ્યો હતો. 171કાર્યૈકરોની ટીમ ફાયર તથા એમ્બ્યુલન્સ ની ટીમ ખડે પગે રહી હતી. વ્હાલુડીના વિવાહ-4 લગ્નોત્સવ પ્રસંગે દિકરાનું ઘર વૃઘ્ધાશ્રમના માવતરો પાસે આશીર્વાદ મેળવી દિકરીઓનો વિદાય પ્રસંગે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા.