મોદીને મળેલી ૨૦૦૦ જેટલી વસ્તુઓના ૨૦૦ ગણા ભાવ સાથે મળેલ રકમ ગંગા શુદ્ધિકરણમાં વપરાશે!

ભારતમાં નદીઓને માતાનો દરજજો આપવામાં આવ્યો છે ત્યારે પ્રદુષણને કારણે સર્જાતી ગંદકીથી નદીઓના નીર દુષિત થઈ રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાને મળેલી ભેટ સોગાદની રકમોની હરાજી કરી તે નાણાનો ઉપયોગ ગંગા શુદ્ધિકરણના પ્રોજેકટ ‘નમામી ગંગે’ કેમ્પેઈનમાં કરવાનો નિર્ણય લીધો છે. જોકે નમામી ગંગે કેમ્પેઈને નીલામી દ્વારા પૈસા એકઠા કરશે તેવી જાહેરાત નથી કરી પરંતુ નરેન્દ્ર મોદીએ સ્વયંભુ આ કાર્યક્રમ કરવાનો નિર્ણય લીધો છે.

એક સરકારી સ્ટેટમેન્ટમાં કહેવાયું હતું કે, મોદીને મળેલ કેટલીક વસ્તુઓ તો ૨૦૦ ગણી કિંમતોમાં વેંચાઈ છે. જેમાં ટોચની વસ્તુઓમાં હેન્ડક્રાફટ બાઈક છે જે સંપૂર્ણપણે લાકડાથી બનાવાયું છે. ત્યારબાદ રેલવે પ્લેટફોર્મ પર નરેન્દ્ર મોદીની પેઈન્ટીંગ આ બન્ને વસ્તુઓ ૫ લાખમાં વેંચાઈ છે ત્યારબાદ શિવજીની મૂર્તિ હતી જેની મુળ કિંમત ૫૦૦૦ હતી પરંતુ તેનું વેચાણ ૧૦ લાખનું થયું હતું.

લાકડાનું બનેલ અશોક સ્તંભનું વેચાણ ૧૩ લાખમાં થયું હતું. પીએમઓના સ્ટેટમેન્ટ મુજબ આસામના મજુલીમાંથી મળેલ હોરાઈ અને ગૌતમ બુઘ્ધની મૂર્તિ ૧૨ અને ૭ લાખમાં વેચાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેના કાર્યો અને રાજનૈતિક સુઝબુઝથી ખુબ જ થોડા સમયમાં બહોળી લોકચાહના મેળવી, મોદી અવાર-નવાર દેશ-વિદેશના પ્રવાસે જતા હોય છે અને વિશ્વભરના લોકો મોદીને ચાહે છે અને તેની તેમને ઢગલાબંધ ભેટ મળતી હોય છે માટે વડાપ્રધાન દ્વારા ૪ દિવસીય ઓકશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ડિજિટલ ઈન્ડિયાએ પ્રોત્સાહન કરવા ઈ-ઓકશન પણ રાખવામાં આવ્યું હતું. પોતાના શાસનકાળ દરમ્યાન તેમને ૨૦૦૦ જેટલી વસ્તુઓ ભેટમાં મળેલ છે. સરકારે એ પણ કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તેમને મળેલ ભેટની નીલામીથી મળતી રકમ બેટી બચાવો, બેટી પઢાઓ અંતર્ગત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.