ટીવી સ્ટાર મનોજ જોષી, નેહા મહેતા સહિત આગેવાનો-અધિકારીઓની ઉપસ્થિતિ
દુધીબેન જસમતભાઈ બોદર ચેરીટેબલ ટ્રસ્ટના જેમીન ભુપતભાઈ બોદરનાં ૧૮માં જન્મદિવસ નિમિતે ૧૮ નવદંપતિઓના સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોજ જોશી, નેતા મહેતા અને રાજકીય આગેવાનો સહિતનાઓએ હાજરી આપી હતી. સીએનજી પમ્પનું ઉદઘાટન કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે કરાયું હતું. દુધીબેન જસમતભાઈ બોદરના હસ્તે ભૂમિપૂજનનું આયોજન કરાયું હતું.
મનોજ જોષી (એકટર)એ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવેલ કે, ભુપતભાઈ બોદર અને બોદર પરિવારનો ખુબ ખુબ આભારી છું એટલા માટે કે સમાજની માત્ર પોતાનું શ્રેષ્ઠતમ કરવા આગળ વધતું હોય છે પણ સમાજના એ તપકા માટે ઉભા રહેવું અને ૧૮ પરિવાર પાછળ ભુપતભાઈ જે રીતે ઉભા રહ્યા અને આજે જે અઢાર નવદંપતિઓને પ્રભુતામાં પગલા માંડયા માટે સમુહ વિવાહ જે રીતે આયોજીત કર્યા છે એ ખરેખર અવર્ણિય છે અને તેની માટે ભુપતભાઈને ખુબ ખુબ શુભેચ્છા આપુ છું કે આ કાર્ય ખુબ મોટુ કાર્ય છે કે આજે સમાજની પોત-પોતાની ખાતા હોય છે કે લગ્ન કરવા માટે એટલી સહાયતા સમાજમાં પ્રોબ્લેમ ન થાય તેના માટે ભુપતભાઈ જેવા સમાજ કાર્ય કરનાર સમાજ સેવી માણસ છે અને આ ખુબ મોટુ કાર્ય છે. આ ૧૮ નવદંપતીઓને ગ્રહસ્થ કાર્ય શ‚ કરવામાં એમણે જે યોગદાન કર્યું છે તે ખુબ જ અદ્ભુત છે.
તારક મહેતા ચશ્માના (અંજલી મહેતા) નેહા મહેતાએ અબતક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે ખુબ સારો દિવસ છે ખુબ સુંદઢ સવાર છે કારણકે જે રીતે બર્થ ડે પાર્ટી ઉજવાતી હોય પણ તે બર્થે પાર્ટીમાં આટલું ખુબ સુંદર સમુહલગ્નનું આયોજન એટલે બન્ને યુવાન છોકરાઓને એટલું સારું શિક્ષણ અત્યારથી મળી રહ્યું છે. આપણે આપણી મજાની સાથે સતકર્મો કરવા જોઈએ અને આ બધી વસ્તુ કરવાની પાછળ જે હેતુ હોય પણ અઘરી ખુબ હોય છે અને તે વસ્તુને સરળ રીતે કરવી અને સમગ્ર પરીવારનું આયોજન હોય એમનું ટ્રસ્ટ પણ છે અને રાજકોટમાં ભુપતભાઈ બોદરે બહુ જ પ્રતિભાશાળી વ્યકિતત્વ તરીકે ઉભરી રહ્યા છે તો આવા સારા કામમાં જેમના મેરેજ છે તે ખુબ સુંદર લાગી રહ્યા છે અને હું વિષ કરુ છું કે ભુપતભાઈએ જેમને આશીર્વાદ આપ્યા છે અને ભુપતભાઈને આશીર્વાદ આપ્યા છે તો તેમાં બધા ખુશ થાય તો આપણે આખુ ભારત વસુધૈવ કુટુંબકમ કહે છે તેનું આ નાનકડું ઉદાહરણ છે.
આપણી સાથે આપણે બને તેટલું આપણે ફુલ નહીં તો ફુલની પાંખડી કરી તો પણ સમાજ માટે કરવું જોઈએ એ વાત અહીંથી હું શીખી નથી પણ તે વસ્તુ મે દઢતાથી સમજી છે અને મનોજભાઈ જોષી મારા મિત્ર, મિસિસ બોદર મારા ભાભાજી આટલા બધા પ્રેમાળ રાજકોટ રંગીલું શહેર છે અને તેના લોકો છે તો અફકોર્સ આજનો દિવસ ખુબ સરસ છે અને ૨૬મી જાન્યુઆરીનો દિવસ છે તો દેશ માટે વિચારવાનો દિવસ છે. બહુ જ સારી શરૂઆત થઈ રહી છે. નવજીવનની અને હમણા જ વસંત ઋતુનું સ્વાગત થયું હતું અને આપણે તો ઘણા બધા નવ વર્ષ હોય છે તો પણ આ તો ધન-ધન માટેનું નવું વર્ષ કહેવાય તુલસી વિવાહનો દિવસ અને સુંદર-સુંદર ક્ધયાઓ સાસરે જાય છે તો મા ભારતી અને ધરતીમાં બંને ખુશ થશે, આ ખુબ સરસ કાર્ય છે.
ભુપતભાઈ બોદરે લગ્ન મહોત્સવનું આયોજન તે મારા દિકરાએ ૧૭ વર્ષ પૂર્ણ કરી ૧૮માં વર્ષમાં પ્રવેશ કર્યો તો મનમાં વિચાર આવ્યો કે ૧૮ દિકરીને સર્વેજ્ઞાતિના આપણે લગ્ન કરાવીએ અને આનંદ લઈએ. જન્મદિવસનો આજે અનેરો આનંદ આવ્યો છે સાથે મારો દિકરો શિવમ ઓસ્ટ્રેલિયા અભ્યાસ અર્થે જાય છે તે પણ અમને આનંદ હતો. સર્વે મહેમાનો, સગા-સંબંધીઓ, મિત્રોનો, વડીલોનો અમને સહકાર હતો અને સર્વે આનંદ કર્યો અને અમને ખુબ મજા આવી કે અમારા ઘેર બધા મહેમાનો પધાર્યા હતા. આ નવદંપતિઓના આશીર્વાદ મળ્યા. ખુબ સરસ કાર્ય થયું આજે જે નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે તે નવદંપતિઓ માટે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કે આજે તેમના મોઢા ઉપર હાસ્ય છે. તેવું આખી જિંદગી હાસ્ય રહે અને તેમની જિંદગી ફુલે-ફાલે સતત તેવી પ્રભુ પાસે પ્રાર્થના.
આ તકે જયેશભાઈએ જણાવ્યું કે, નવ-દંપતિઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને સાથે ભુપતભાઈ બોદર અને બોદર પરિવારને જે આયોજન કર્યું છે તે અમારા વતી અભિનંદન આપું છું સાથે નવા સીએનજી પંપનુ ઉદઘાટન કરવામાં આવ્યું. તેમના દિકરા જૈમિનનો આજે જન્મદિવસ હતો અને બીજા દિકરા અભ્યાસ અર્થે જઈ રહ્યા છે તેમને પણ હૃદય પૂર્વકની શુભકામના આવનારા દિવસોની અંદર ખુબ પ્રગતીના સોપાન સર કરે અને ભુપતભાઈએ જે રીતે સેવાના કાર્યની દિપ જલાવી છે. આવનારા દિવસોમાં પણ વધુ આગળ વધે અને લોકોને ઉપયોગ થાય તે દિશામાં પ્રયત્ન કરે એવી ઈશ્ર્વર તેમને શકિત આપે તેવી શુભેચ્છા આપુ છું.