નવી અલગોરીધમ ટેકનોલોજી સેલ્ફ ડ્રાઈવીંગ કારોને વધુ સ્માર્ટ બનાવશે
ઓટો મોબાઈલ ક્ષેત્રમાં આવેલ ક્રાંતિ અને સતત ચાલીરહેલા નવા સંશોધનો દિવસે દિવસે વાહન વ્યવહાર અને સંચાલન આધુનિક ટેકનોલોજીથી સજજ બની રહ્યા છે. મિકેનીકલ એન્જીનીયરીંગ નિષ્ણાંતો એ સેલ્ફ ડ્રાઈવીંગને વધુ સરળ બનાવવા માટે કોઈપણ સ્થિતિને ટ્રાફીક જામમાં જરાપણ મુશ્કેલી ન પડે અને ટ્રાફીકજામમાં વાહનોની સહેજ અથડામણ ન થાય તેવા નોવેલ એલગોરીયમ ટેકનોલોજીના આવિષ્કાર કર્યો છે.
આઈઈઈ ટ્રાજેન્કશન ઓનરોબોટીકમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે એલગોરિયમ ટેકનોલોજીનું ૧૦૨૪નું રોબોર્ટ અને ૧૦૦ રિયલ રોબોટ પર પરિક્ષીત કરવામાં આવેલી આ ટેકનોલોજી આકાર અને તેની કાર્યક્ષમતાની ચકાસણી કરવામા આવી હતી.
આ ટેકનોલોજીમાં ઓટોમોડ ઉપી મૂકી દેવામાં આવેલુ વાહન કોઈપણ સંજોગોમાં એકબીજા સાથે અથડાશે નહિ અને સુરક્ષીત રહેશે.
અમેરિકાના ઉતર પશ્ર્ચિમ યુનિ.ના સંશોધક મિકાઈળ ઉબેસ્ટ્રેનએ જણાવ્યું હતુકે રોબોર્ટ કેવી રીતે તેના આકાર અને કાર્યક્ષમતાના બદલાવ સાથે વાહનોનું સંચાલન કરશે તે સમિજવા લાયક છે.નાની નાની રોબર્ટ પ્રણાલીઓની સામુહિક કામગીરી મોટા રોબર્ટની સંચાલન વ્યવસ્થામાં મુખ્યભાગ ભજવશે જો રોબર્ટ સિસ્ટમની કેન્દ્રીય કાર્યક્ષમતા બંધ થઈ જાય તો તેની કામગીરી ઠપ્પ થઈ જાય છે. અને કોઈ કમાન્ડ આપવાવાળુ હોતુ નથી.
હવે નવી ટેકનોલોજીમાં નાના નાના વિભાગો સ્વાયત્ત રીતે નિર્ણય લેવાની ક્ષમતા પ્રાપ્ત કરશે જેનાથી જો કોઈ એક રોબોર્ટ કામ કરવાનું છોડીદે તો પણ તેની કામગીરી અટકે નહિ તેવો અનુભવ થયો છે.
વૈજ્ઞાનિકોનું માનવાનું છે કે દરેક રોબોર્ટ પ્રણાલી કેન્દ્રીય સંકલનથી કાર્યવિક્ષેપ દૂર કરી શકાય, રોર્બોટના નાના નાના સ્વાયત વિભાગોની એક શૃંખલાથી આવી મુશ્કેલીઓનો સામનો કરી શકાય ગ્લોબલપોજીશનીશ સીસ્ટમ જીપીએસની નવી સિસ્ટમથી કોઈ પણ પ્રણાલીનું મોબાઈલના માધ્યમથીસંકલન કરી રોબોર્ટને ગ્રીડને સંચાલન કરી શકાય છે.
સ્વાયત્તપણે કામ કરતા રોબોર્ટના સેન્સરથી પોતાના નજીકનાં પાડોશી રોબોર્ટ સાથે કોઈપણ કમાન્ડનું સંચાલન અને હલનચલન કરતા પહેલા એકબીજા વચ્ચે સંકલન કરી શકશે તેનાથી આખી કાર્યપ્રણાલીમાં કોઈક્ષતિ નહિ રહે જયાં સુધી તમામ સાથી રોબોર્ટનું સંકલન અને કમાન્ડીંગ પ્રોસેસની એકરૂપતા ન જળવાય ત્યાં સુધી કાર્ય શરૂ ન કરવાની વ્યવસ્થાના કારણે કોઈ ગડબડ સર્જાય નહી.
રોબેન્સ ટેન્સના મતમુજબ આ ટેકનોલોજીથી હવે રોબોર્ટના સામુહિક કામગીરીમાં વધુ સુધારો આવશે પ્રત્યેક નાના રોબોર્ટ પોતાના નજીકનાં ૩ થી ૪ પાડોશીઓ સાથે સંકલનમાં રહેશે. આવી રીતે આવી વ્યવસ્થામાં જીવંત અનુભૂતિ અને કાર્ય વ્યવસ્થા ઉભી થશે તેવી સમજણ વૈજ્ઞાનિકોએ આપી હતી.
કોઈએક રોબોર્ટમાં સ્થાનિક જરૂરીયાતો મુજબ કાર્ય વ્યવસ્થા થશે આ નવી વ્યવસ્થાથી ૧૦૦ જેટલા રોબોર્ટ એકજ મીનીટમાં નવા કદ, આકાર અને કામ માટે સજજ બની જશે. અત્યારે આ પ્રક્રિયામાં ૪ કલાકનો સમય લાગે છે.
૫ મોટી મોટી કંપનીઓ પોતાના વેર હાઉસની કામગીરી માટે એક જ કાર્ય માટે સેંકડો રોબોર્ટની ગોઠવણી કરે છે. જયારે નવી ટેકનોલોજીમાં આ સામુહિક કામ ગણતરીની મીનીટોમાંજ થશે. અત્યારે યંત્રવત રોબોર્ટ બદા જ કામો કરે છે.પરંતુ તેમાં ઝડપનો અભાવ હોય છે. નવી એલગોરિયમ ટેકનોલોજી હવે રોબોર્ટનું સામુહિક કામ ગણતરીની મીનીટોમાંજ થશે અને આ ટેકનોલોજીનાં અત્યારે સ્વયં સંચાલીત ડ્રાઈવીંગ મોડમાં ખૂબજ અસરકારક રીતે કામ આવશે.