શ્રેષ્ઠ દિગ્દર્શક અભિષેક શાહ, શ્રેષ્ઠ અભિનેતા સિધ્ધાર્થ રાંદેરીયા, શ્રેષ્ઠ અભિનેત્રી આરોહી પટેલ
રાજય સરકારના વર્ષ-2019ના ગુજરાતી ચલચિત્રોના એવોડ્સની જાહેરાત: વિજેતા કલાકારોને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
હેલ્લારોને ફિલ્મને અલગ અલગ 14, ચાલ જીવી લઇએ ફિલ્મને 11 પારિતોષિક એનાયત
ગુજરાત સરકારે વર્ષ-2019ના ગુજરાતી ચાલયિત્રોના એવોર્ડસની જાહેરાત કરી છે. શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે ‘હેલ્લારો’ વિજેતા છે અને ‘હેલ્લારો’ વિજેતા છે અને ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા છે. શ્રેષ્ઠ અભિનેતા સિદ્ધાર્થ રાદેરિયા (ચાલ જીવી લઇએ)અને શ્રેષ્ઠ અભિનેત્રી આરોહી પટેલ (ચાલ જીવી લઇએ)જાહેર કરાયા છે. મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી ચલચિત્રોના વિજેતા થયેલા શ્રેષ્ઠ કલાકાર-કસબીઓને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજય સરકારે ગુણવતા સમન્વિત પ્રોત્સાહન નીતિ-2019 અમલી કરી છે. આ નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને વિવિધ કેટેગરીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. વર્ષ-2019 દરમિયાન સિનેમા ગૃહમાં પ્રદર્શિત થયેલા ચલચિત્રોમાંથી પારિતોષિકની પસંદગી કરવા માહિતી નિયામકની કચેરી દ્વારા એન્ટ્રી માંગવવામાં આવી હતી. પારિતોષિક પસંદગી માટે રચાયેલી ચલચિત્ર પરિક્ષણ સમિતિ દ્વારા કરાયેલા પરીક્ષણ પછી રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ નામો જાહેર કરાયાં છે.જેમાં શ્રેષ્ઠ ચલચિત્ર હેલ્લારોને રૂ.2,50,000 રોકડ પુરસ્કાર, જેના દિગ્દર્શક અભિષેક શાહને પણ રોકડ પુરસ્કાર રૂ.2,50,000, દ્વિતીય શ્રેષ્ઠ ચલચિત્ર ચાલ જીવી લઇએ, દિગ્દર્શક વિપુલ મહેતાને રોકડ પુરસ્કાર રૂ.1,25,000, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર પારિનોપિક કોકોનટ મોશન પિકચર્સને મહિલા સશકિતકરણ અંગેનુ શ્રેષ્ઠ ચલચિત્ર પારિતોષિક હેલ્લારોને, શ્રેષ્ઠ બાળ ચલચિત્ર પારિતોષિક દિયા ધ વન્ડર ગર્લને (દિગ્દર્શક-સુરેશ પ્રેમવતી બિસ્નોઇ), શ્રેષ્ઠ દિગ્દર્શન અભિષેક શાહ, દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શન વિપુલ મહેતા, શ્રેષ્ઠ કલા દિગ્દર્શન જય શિહોરા, શ્રેષ્ઠ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરીયા (ચાલ જીવી લઇએ), શ્રેષ્ઠ અભિનેત્રી આરોહી પટેલ, શ્રેષ્ઠ સહાયક અભિનેતા હેમાંગ શાહ (મોન્ટુની બિટુ), શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી કૌસંબી ભટ્ટ (ધૂનકી) શ્રેષ્ઠ બાળ કલાકાર શ્રેયાંશી બારોટ (કુટુંબ), શ્રેષ્ઠ પાર્શ્ર્વ ગાયક આદિત્ય ગઢવી (હેલ્લારો-સપના વિનાની રાત), શ્રેષ્ઠ પાર્શ્ર્વ ગાયિકા ભૂમિ ત્રિવેદી (વાગ્યો રે ઢોલ), દ્વિતીય શ્રેષ્ઠ પાર્શ્ર્વ ગાયક જીગરદાન ગઢવી (ચાલ જીવી લઇએ-ચાંદને કહો), દ્વિતીય શ્રેષ્ઠ પાર્શ્ર્વ ગાયિકા ઐશ્ર્વર્યા મજમુદાર (મોન્ટુની બિટ્ટુ-રંગદરિયો), શ્રેષ્ઠ છબીકલા ત્રિભુવન બાબુ સાદિનેની (હેલ્લારો), શ્રેષ્ઠ સંકલન પ્રતિક ગુપ્તા (હેલ્લારો), શ્રેષ્ઠ પરકથા વિપુલ મહેતા (ચાલ જીવી લઇએ), અને સૌમ્ય જોષી (હેલ્લારો), શ્રેષ્ઠ સંગીત નિર્દેશન મેહુલ સુરતી (હેલ્લારો)અને વેણુ ગોપાલ, અનુપ ફુકન, કંદર્ય કવિશ્ર્વર (બજાબા, ધ ડોટર), શ્રેષ્ઠ ગીત સૌમ્ય જોષી, શ્રેષ્ઠ નૃત્ય નિર્દેશન સમીર અનિરૂદ્ધ તન્તા અને અર્ષ સમીર તન્ના (હેલ્લારો), શ્રેષ્ઠ વેશભૂષા ડિઝાઇનર જીઆ ભાગીઆ, મલ્લીકા ચૌહાણ (ચાલ જીવી લઇએ), શ્રેષ્ઠ મેકઅપ કલાકાર હેતુલ તપોધન (ધૂનકી)ને શ્રેષ્ઠ એવોર્ડ એનાયત થયાં છે.