પાકિસ્તાની ક્રિકેટર હસન અલીએ શનિવારે સાંજે વાઘા બોર્ડર પહોંચીને પોતાની કરતૂતથી બધાને ચોંકાવી દીધા. દરરોજની જેમ ત્યાં ચાલી રહેલા ધ્વજ ઉતારવાના રંગારંગ સમારોહ દરમિયાન હસન અલીએ પાકિસ્તાની ભાગમાં BSFના જવાનો અને ભારતીય દર્શકોની તરફ ઇશારા કર્યા.
વાસ્તવમાં વિકેટ લીધા પછી હસન ગ્રાઉન્ડમાં સેલિબ્રેશન કરવાના મામલામાં હંમેશા ચર્ચામાં રહે છે અને તે વાઘા બોર્ડર પર પણ પોતાની ટ્રેડમાર્ક સ્ટાઇલ દેખાડવાનું ના ચૂક્યો. પાકિસ્તાની ક્રિકેટ ટીમ પોતાના ટ્રેનિંગ કેમ્પના અંતિમ ચરણમાં વાઘા બોર્ડર પહોંચી હતી.
પાકિસ્તાનની તરફથી સમારોહની તરફ ઘૂસીને આવેલા સિવિલિયન પર BSFએ પોતાની પ્રતિક્રિયા અભિવ્યક્ત કરી છે. પ્રોટોકોલ અનુસાર, આ સેરેમનીમાં સેનાના જવાનો જ ભાગ લેતા હતા, કોઇ પણ સામાન્ય નાગરિકને તેમાં ભાગ લઇ શકતા નથી. BSFના ઇન્સ્પેક્ટર જનરલ મુકુલય ગોયલે જણાવ્યુ કે, તેમના દ્વારા ટેલિફોન દ્વારા પાકિસ્તાની રેન્જર્સ સમક્ષ વાંધો નોધવામાં આવ્યો છે. કોઇ પણ વ્યકિત ગેલરીમાં બેસીને આવી એક્શનનો દોહરાવી શકે છે. પરંતુ પરેડમાં કોઇ સામાન્ય નાગરિક શામેલ નહી થઇ શકે.મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાની ક્રિકેટ ટીમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર પણ આના સંદર્ભેની જાણકારી શેર કરવામાં આવી છે. છે. આ અંગેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.૨૪ વર્ષનો હસન અલી પાકિસ્તાનની તરફથી ૨ ટેસ્ટમાં ૬ વિકેટ ૩૦ વનડેમાં ૬૨ વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે ૧૬ ઝ-૨૦ મેચમાં ૨૧ વિકેટ હાસલ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com