લીંબડી, વઢવાણ અને જોરાવર નગર વિસ્તારમાં નર્મદા કેનાલ પર મશીનના 48 હેડ કબ્જે કર્યો

સુરેન્દ્રનગર શહેર જિલ્લામાં તરખાટ મચાવનાર રાજકોટના અઠંગ તસ્કરને પોલીસે ઝડપી લઇ લીંબડી, વઢવાણ અને જોરાવરનગર સીમ ચોરીનો ભેદ ઉકેલી ડિઝલ મશીનના 48 હેડ અને ઓટો માઇઝર કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને વણઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા એસ.પી.હરેશ દુધાતે આપેલી સુચનાને પગલે ડીવાયએસપી એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ વઢવાણ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલીંગ હાથધર્યું હતું. પેટ્રોલીંગ દરમિયાન મુળ વાંકાનેર તીથવા ગામનો અને હાલ રાજકોટના કોઠારીયા સોલવન્ટમાં રહેતો મહેબૂબ અલ્લી મહમદ મોમીન નામના શખ્સની સંડોવણી ખૂલતા તેની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછમાં ભાંગી પડતા તેણે લીંબડી, વઢવાણ અને જોરાવરનગર વિસ્તારમાં નર્મદા કેનાલ પર ડીઝલ મશીનમાંથી હેડ અને ઓટો માઇઝર મળી 48 સ્પેર પાર્ટ્સ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે. ઝડપાયેલા શખ્સ જામનગર, કાલાવડ અને લીંબડી પંથકમાં ચોરીના ગુનામાં ચડી ચુક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.