હોસ્પિટલનાં સ્ટાફને રહેવા માટેના કવાટરોના શોચાલયના સોસખાડા ખૂલ્લા અને ઉભરાતી કુંડીઓની બદબુથી પીડાતા આરોગ્ય સ્ટાફ પરિવારો અને દર્દીઓ
અમરેલી જિલ્લાના વડીયા તાલુકા મથકે આવેલ રાતદિવસ ધમધમતી સિવિલ હોસ્પિટલ જ્યા બારી દરવાજાઓ મા ઉદ્યય નું સામ્રાજ્ય ઓપરેશન રૂમની બારીઓના બારસાગ મા ઉદ્યય અને ઓપરેશન રૂમમાં એસી પણ નહીં અને દર્દીઓને પીવાના પાણી માટે આરોપલાન્ટ પણ નહીં હાલ પ્રધાનમંત્રી વિદેશોમાં જઈને મોટી મોટી સોચાયની જાહેરાતો કરે છે.
ને વડીયા સિવિલ હોસ્પિટલના સ્ટાફને રહેવામાટે ની કવાટરો ના સોચાલયના સોસખાડાઓ માત્ર જમીનમાં ખુલ્લો ખાડો કરી ઉપયોગ થાય છે જે ક્યારેક મોટી દુર્ઘટના બની શકે છે.
જે સુ.સા.હાઈસ્કૂલ નું વિદ્યાર્થીઓ માટે પી.ટી.ગ્રાઉન્ડ પણ છે જે સ્ટાફ ની કવાટરોને અડીને પાછળ આવેલ ઉભરાતી કુંડીઓ અને ખુલ્લા સોસખાડાની બદબુઓ થી સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ પીડાઈ રહયા છે તો હોસ્પિટલના સોચાલય કુંડીઓના લીધે ઉભરાતા જણાઈ રહયા છે.
એકજ ડોકટર થી ચાલતી હોસ્પિટલ જે લેખિત ઉચ્ચધિકારીઓને આપેલ છતાં કોઈ પગલાં નહીં…શુ સી.એચ.સી.મા બીસીજી મશીન શરૂ થશે ?..શુ ઉદ્યય થી લથપથ બારી દરવાજાના બારસાગો બદલશે ? શુ સોસખાડાઓની કુંડીઓનો હલ થશે ? શુ સ્કૂલના ગ્રાઉન્ડમાં ખુલ્લા સોસ ખાડાઓની બદબુ બંધ થશે ?તે એક સવાલ છે.