કોરોનાગ્રસ્ત, ઉપસરપંચની હિસ્ટ્રી અને સંપર્કમાં આવેલા લોકોને શોધવા તંત્રની દોડધામ
સરપંચપતિ અને ઉપસરપંચ પણ કોરોના ના ઝપટ મા આવી ગયા છે સતત લોકોની વચ્ચે રહીને લોકોને મહામારી થી સાવચેતી માટે કાર્યશીલ ઉપસરપંચ કોરોના પોઝિટિવ આવતા વડિયા પંથકમાં ફફડાટ ફેલાયો છે ૧૫ મી ઓગસ્ટના પર્વ નિમિતે વડિયા સુ સા હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસરપંંચ અનેેેક લોકોના સંપર્ક આવ્યાં હતાં ૧૫ મી ઓગસ્ટના પર્વ નિમિતે ઉપસરપંચ દ્વારા કોરોના યોધ્ધા નું ખાસ સંન્માન કરાયું હતું તેમજ વડિયા મામલતદાર,વડિયા પી એસ આઈ, હાઈસ્કૂલ સ્ટાફ ગ્રામપંચાયત સ્ટાફ સહીત વડિયા તાલુકાના તમામ પત્રકારો નું પણ સંન્માન કરવામાં આવ્યું હતું તેમજ તાજેતરમાં અમરેલીમાં અમરડેરીના ચેરમેન ની વરણી મા પણ ઉપસરપંચ ને આમંત્રણ હોવાથી ત્યાં પણ અનેક મોટા રાજકીય આગેવાનોની મુલાકાત લીધી હતી તેમજ જેતપુરના એક ખાનગી હોસ્પિટલમાં તે સરદી ઉધરસથી રાહત માટેની દવા લેવા ગયા હતા ઉલ્લેખનીય છે કે લોકોની વચ્ચે રહીને લોકોના કામો માટે સતત કાર્યશીલ રહેતા ઉપસરપંચ અનેક લોકોના સંપર્ક માં આવતા તેની મુલાકાત તેમજ હિસ્ટ્રી ખુબજ લાંબી છે હાલ આરોગ્ય હેલ્થ વિભાગ દ્વારા ઉપસરપંચ કોની કોની સાથે મુલાકાતો લીધી છે તેમજ ટ્રાવેલ હિસ્ટ્રીની તમામ યાદી તૈયાર કરીને તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જોકે ઉપસરપંચ ને ગત રાત્રી દરમિયાન સરદી,ઉધરસ,તાવ અને ઠંડી આવતા તેણે આજે વડિયા સરકારી દવાખાને આવી રેપીટ ટેસ્ટ કરાવ્યો હતો જેમાં તે કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમજ કોરોના વોરિયર્સ તરીકે ઉપસરપંચે સંદેેેશ પણ આપ્યો કે જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો સ્વ કોરોન્ટાઈન રહે અને જેમની તબિયતમા માં ફેેેરફાર કે લથળે તો પોતાનું આરોગ્ય તપાસ કરાવે તેમજ આરોગ્ય ચકાસણી કરીવે.