વઢવાણની સંતોષ પાર્ક સોસાયટીમાં આવેલી ગટરના ઘણા ઢાંકણા તૂટી ગયેલ છે ત્યારે ગંદા પાણીથી ભરેલી ગટર સાફ કરી વહેલી તકે તેના ઢાંકણા નાખવા અંગે એડવોકેટ ડી.કે. વાઘેલા તથા સોસાયટીના રહીશોએ વઢવાણ ડેપ્યુટી કલેકટરને લેખીત રજુઆત કરી છે.રજુઆતમાં વધુમાં જણાવ્યું છે કે, સંતોષપાર્ક સોસાયટી શેરી નં.ર માં સિઘ્ધાર્થ છાત્રાલયની બાજુમાં આવેલ સોસાયટીમાં રહેણાંક મકાનની સામે ગંદા પાણીની ગટરનું ઢાકણું છેલ્લા છ માસથી તુટી ગયેલ છે. અને હાલ આ ગટર ખુલ્લી પડેલ છે. આ બાબતે અવાર નવાર વઢવાણ નગરપાલિકાના ગટરના કોન્ટ્રાક રાખનાર ને રજુઆતો કરેલ છે. છતાં પણ ગટરના ઢાંકણા નાખતા નથી કે સાફ પણ કરતા નથી. છેલ્લા ઘણા સમયથી ગટર ખુલ્લી પડેલ હોવાથી ઘણી વખત કુતરા તથા ભુંડણાઓ પડી ગયેલ છે. હાલ ચોમાસાનો સમય હોવાથી ગંદા પાણીની ગટર ખુલ્લી હોવાના કારણે ખરાબ દુર્ગધ આવે છે. ઘરમાંથી બહાર પણ નીકળી શકાતું નથી. અને બીમાર પડવાની શકયતાઓ રહેલી છે તથા રોગચાળો પણ ફેલાય તેમ છે. ત્યારે વહેલી તકે ખુલ્લી ગટર સત્વરે સાફ કરી ઢાંકણાથી ઢાંકી આપવા રજુઆત કરવામાં આવી છે.
Trending
- રક્ત અને તેના રહસ્યો કુદરતની અણમોલ ભેટ
- ઓછી ઊંઘ લેવાથી થઈ શકે છે આ બીમારી!
- કંસ, શકુની, કૃષ્ણ સહિત મહાભારતના આ 5 મામા હતા મહાપ્રતાપી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો હિતાવહ છે, મિત્રો માટે સારી તક આવે, દિવસ લાભદાયક રહે.
- સારી ઊંઘ માટે ‘sleepmaxxing’ શરૂ થયેલો નવો ટ્રેન્ડ શું છે?
- Gandhidham: ધારાસભ્ય માલતી મહેશ્વરી દ્વારા નવા વર્ષના સ્નેહમિલન યોજાયો
- આખી રાત શરીરના આ ભાગ પર કેળાની છાલ બાંધો અને પછી જુઓ આ જાદુ
- શું કરું…? જંક ફૂડ ખાવાનું બંધ નથી થતું અને વજન ઉતારવાનું નામ નથી લેતું