મોટાભાઈએ સાચવવા આપેલા રૂ. 3.65 લાખના ધરેણા અને દિકરીની રોકડ રકમ તસ્કરો ઉપાડી ગયા
વઢવાણ તાલુકા બલદાણાના ખેડુત પરિવાર ગરમીના કારણે અગાશી પર સુવા ગયા બાદ રાતના દસથી વહેલીસવારના પાંચ વાગ્યા દરમિયાન બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી તિજોરીમાંથી રોકડ અને સોનાના ધરેણા મળી રૂ. 8.21 લાખની મતાનો હાથ ફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ બલદાણા ગામે રહેતા લાલજીભાઈ નરશીભાઈ પટેલ તેમના પત્ની ગીતાબેન અને પુત્રી કાજલબેન ગત રાતના દસ વાગે દરવાજાને તાળા લગાવી અગાશી પર સુવા ગયા હતા અને વહેલી સવારે પાંચ વાગ્યા દરમિયાન બંધ રહેલા મકાનના દરવાજાના તાળા તસ્કરોએ તોડી નાખેલા લાલજીભાઈ પટેલના ધ્યાને આવ્યું હતુ.
લાલજીભાઈ પટેલે મકાનના દરવાજાના તાળા તુટલા જોઈ પત્ની અને ખુશીને જગાડી જાણ કરી હતી તસ્કરોએ લાકડાના દિવાલ કબાટની તીજોરી તોડી પોતાના રૂ. 3.75 લાખના સોનાના ધરેણા, પોતાના મોટાભાઈ કિશોરભાઈએ સાચવવા આપેલા રૂ. 3.65 લાખના સોનાના ધરેણા અને ખુશી કાજલના રૂ. 80 હજાર રોકડા તસ્કરો ચોરી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે. વઢવાણ પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.બી. વિરજા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.