સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાના દુધરેજ વહાણવટી નગર મા વિચરતી જાતિઓ ના ઝુંપડાઓ મા શિવરાત્રિ ના દિવસે આગ લાગી અને તે પરિવારો નો બધોજ સામાન બળી ને ખાખ થઈ ગયો. તેમની ઘરવખરી ની સાથે સાથે તેઓના ડોક્યુમેન્ટ જેવાકે આધારકાર્ડ,ચુંટણીકાર્ડ,રેશનકાર્ડ વગેરે પણ બળી ગયા.

આ પરિવારો ની વેદના વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ કે વ્યાસે વઢવાણ પ્રાંત અધિકારી વિજયભાઈ પટ્ટણી સાહેબ ને કરી. સાહેબે તરત જ આ પરિવારો ની મુલાકાત કરી અને વહિવટી તંત્ર ને આ પરિવારો ને તરત જ તેમના ડોક્યુમેન્ટ મળે એવી વ્યવસ્થા કરવાની સુચના આપી.વહિવટી તંત્ર એ પણ માનવીય અભિગમ દાખવીને ઝડપથી રેશનકાર્ડ અને ચુંટણીકાર્ડ બનાવી ને સ્થળ પર ફાળવી આપ્યા.

આ તબક્કે વઢવાણ પ્રાંત અધિકારી વિજયભાઈ પટ્ટણી, વઢવાણ મામલતદાર, મોરીભાઈ, ગાંધીભાઈ, રાજભા રાણા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.આ પરિવારો ની સતત મદદ માટે વિચરતા સમુદાય સમર્થન મંચ ના હર્ષદ કે વ્યાસ ખડે પગે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.