- 3 ડમ્પર અને 4 ડમ્પર સહિત કુલ રૂા.2.10 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો
- ખાણખનીજ અને સ્થાનિક તંત્રને અંધારામાં રાખી
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા પસાર થતા હાઈવે સહિત મુખ્ય માર્ગો પરથી ગેરકાયદેસર ખનીજ સંપતિનું વહન કરતા ડમ્પરો સહિતના વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે ત્યારે સ્થાનીક પોલીસ તંત્ર તેમજ ખાણ ખનીજ વિભાગને અંધારામાં રાખી વઢવાણ નાયબ કલેકટર સહિતની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં બાતમીના આધારે રેઈડ કરી ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા ડમ્પરો સહિત કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.
આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ સંપત્તિ ભરે તેનું ડમ્પર મારફતે ગેરકાયદ રીતે નિયમોનું ઉલંધ્ધન કરી વહન કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈ વઢવાણ નાયબ કલેકટર નિકુંજકુમાર ધુળા, અનિરૂધ્ધસિંહ ચાવડા, પ્રતિપાલસિંહ ડોડીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ગત તા.09 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે સુરેન્દ્રનગર-લીંબડી રોડ પર વઢવાણ પાસેથી ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન કરતા ત્રણ ડમ્પર સહિત અંદાજે રૂા.90 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વઢવાણ પોલીસ મથકે સીઝ કરાયો હતો. લખતર રોડ પર કોઠારીયા ગામ પાસે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ખનીજ સંપત્તિ સહિત ચાર ડમ્પર મળી રૂા.1.20 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. નાયબ કલેકટરની ટીમ દ્વારા રેઈડ કરવામાં આવતા ભુમાફીયાઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.