આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, અંદાજે 150 વર્ષ કરતા જૂના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મુંબઇથી વાઘની જોડી લવાઇ છે તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે.
હાલમાં સરકાર દ્વારા ચાલી રહેલા એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ અહિંથી પ્રાણીઓને અન્ય પ્રાણી સંગ્રહાલયમાં મોકલી ત્યાંથી નવા પ્રાણી મંગાવવામાં આવે છે. ત્યારે એનીમલ એક્ષચેન્જ પ્રોગ્રામ હેઠળ સક્કરબાગ ખાતેથી 2.5 વર્ષના સિંહ અને 2 વર્ષની સિંહણને સંજય ગાંધી નેશનલ પાર્ક, મુંબઇમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે ત્યાંથી 2 વાઘને લવાયા છે. આમાં વાઘની ઉંમર 6 વર્ષની છે, જ્યારે વાઘણની ઉંમર 4 વર્ષની છે. હવે ગુજરાતમાં વધુ વાધની ગર્જના સંભળાશે જયારે ગુજરાતના સિંહો મુંબઈમાં પોતાનો અડ્ડો જમાવશે.