જયપુર,મુંબઈ, દિલ્હી, સુરત, ઈન્દોર, અમદાવાદ સહિતના સ્થળોથી ડિઝાઈનરોએ પ્રોડકટસ રજૂ કરીઆવતીકાલે છેલ્લો દિવસ
રાજકોટની ફેશનપ્રિય જનતા માટે અવાર નવાર વિવિધ સ્થળો પર અલગ અલગ ઓર્ગેનાઈઝર્સ દ્વારા જુદા જુદા ફેશન, જવેલરી.
તેમજ લાઈફ સ્ટાઈલને લઈ એકિઝબીશનનું આયોજન થતું હોય છે.ત્યારે રાજકોટની ધ ગ્રાન્ડ ઠાકર હોટલ ખાતે ૨૭ જૂન સુધી બે દિવસીય ધ વેડિંગ કાર્નિવલ દ્વારા વેડિંગઅને લાઈફ સ્ટાઈલને લઈને ‘વેડ વેસ્ટ’ એકિઝબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ એકિઝીબીશનનાં જયપૂર, મુંબઈ, દિલ્હી, અમદાવાદ,સુરત, ઈન્દોર, બરોડા અને કલકતામાંથી વિવિધ ડિઝાઈનરો આવેલા છે.
આ એકિઝબિશનમાં વિવિધ ડિઝાઈનર ફલોટઝ, કોસ્મેટિકસ, વેડીંગ- ડિઝાઈનર જવેલરી, હેર એસેસરીઝ, લાઈફ સ્ટાઈલને લગતી વિવિધ આઈટમો વગેરેની લોકો મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે.
એશિયામાં અનકટ ડાયમંડ જવેલરીની શરૂઆત અમે કરી હતી: કાંતિભાઈ જાદવ
આ તકે જૂનાગઢથી આવલે કાંતીભાઈ જાદવે જણાવ્યું હતુ કે અમારી અનકટ ડાયમંડ જવેલરી છે. અમારી કંપની સીવીએમ છે.
અને પેટા વિભાગ દિપક ચોકસી છે. આખા એશિયા ખંડમાં અનકટ ડાયમંડ જવેલરીની શરૂઆત અમે કરી છે.
અમારી પાસે ૨૨ કેરેટ ગોલ્ડ જવેલરી ૧૮ કેરેટ ગોલ્ડ જવેલરી છે. પ્રથમ દિવસે લોકોનો સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.