રૂપિયા 1.91 કરોડના ખર્ચે અંદાજે 7080 મીટર લંબાઈનો રોડ બનશે
વઢવાણ ગેબનશાપીર દરગાહથી ટીબી હોસ્પિટલ સુધીના રૂ. 1.91 કરોડના ખર્ચે થનાર રોડનું ખાતમુર્હૂત કરાતા લોકોમાં આનંદ ફેલાયો હતો. પરિણામે શહેરમાં અંદાજે 7080 મીટર લંબાઈના રોડનું કામ પૂર્ણ થવાથી લોકોને અવરજવર તથા પરિવહનની સુવિધામાં વધારો થશે.

પરંતુ આ બિસ્માર રસ્તાના કારણે શહેરીની જનતા સાથે સાથે ગ્રામ્ય પંથકમાંથી આવતી પ્રજા અકસ્માતના ભય સાથે પસાર થઇ રહી છે. આથી માર્ગ અને મકાન વિભાગ, નેશનલ હાઇવે હસ્તકના ગેબનશાપીર દરગાહથી ટીબી હોસ્પિટલ સુધીના રોડના કામનું ખાતમૂર્હુત બુધવારે ધારાસભ્ય ધનજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યુ હતું.
રૂ. 1.91 કરોડના ખર્ચે ગેબનશાપીર દરગાહથી અન્ડર બ્રીજથી ટાવર થઇ ટીબી હોસ્પિટલ સુધી 7080 મીટર લંબાઈનો આ રોડ બનશે. આ રોડના કામમાં 5210 મીટર લંબાઈના ડામરનું કામ અને 1870 મીટર લંબાઈના કોંક્રીટકામ કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ તેમજ સુરેન્દ્રનગર પાલિકાના પ્રમુખ વિપીનભાઈ ટોલીયાએ જણાવ્યું હતું કે, લોકોને પ્રાથમિક જરૂરીયાત મળી રહે તે માટે નગરપાલિકા વિસ્તારમાં રસ્તા પાણી આરોગ્ય જેવી સુવિધાઓ પૂરી પાડવા કામ કરવામાં આવી રહ્યું છે. આ રોડનું કામ પૂર્ણ થવાથી લોકોને અવરજવર તથા પરિવહનની સુવિધામાં વધારો થશે. રૂ. 1.91 કરોડના રોડના ખાતમૂર્હુત સમયે જગદીશભાઇ મકવાણા, બકાલાલ પરમાર, ચંદ્રશેખરભાઇ દવે, મનોહરસિંહ રાણા, જયેશભાઈ પટેલ, ગોપાલભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com