વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના આચાર્યનો વિદ્યાર્થીઓ – વાલીઓને એક જ સવાલ મોંઘી ફી ચૂકવી અપૂરતી ડીગ્રી વાળા શિક્ષકો પાસે કેવું જ્ઞાન મળે
મોરબી : અપૂરતી ડીગ્રી વાળા શિક્ષકો, મેદાન વગરની શાળા, ફક્ત હોશિયાર વિદ્યાર્થીઓ પર ધ્યાન આપવું અને ભ્રામક જાહેરાતો આપી લખલૂટ ફી વસુલતી શાળાઓનો મૃત્યુ ઘંટ વગાડવા મોરબીની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના આચાર્ય મેદાને આવ્યા છે.
દેર આયે દુરસ્ત આયે ઉક્તિ મુજબ છેલ્લા વર્ષોમાં રાજ્ય ભરમાં સરકારી શાળાઓનું શિક્ષણ સતત ઉતરતી ગુણવત્તાનું થતા લોકો દેખા દેખીમાં પોતાના બાળકોને પોસાતું ન હોવા છતાં ખાનગી શાળામાં અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે ત્યારે મોરબી જિલ્લો સરકારી શાળાઓની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી છે અહીં ગામડે ગામડે નિષ્ઠાવાન સરકારી શિક્ષકોને કારણે શિક્ષણની ગુણવત્તા અન્ય જિલ્લાની તુલનાએ નંબર વન છે અને શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ અને રાજ્યપાલ એવોર્ડથી નવાજવામાં આવી રહ્યા છે ત્યારે હવે ખાનગી શાળાને હંફાવવા સમગ્ર રાજ્યમાં પ્રસિદ્ધ મોરબીની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના આચાર્ય રીતસર મેદાને ઉતર્યા છે
વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં નવા સત્ર થી ધો.૯ થી ૧૦ અને સાયન્સ , કોમર્સ તેમજ આર્ટ્સ ત્રણેય પ્રવાહોમાં ધો.૧૧ અને ૧૨ની પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. શાળાની વિશેષતા જોવા જઈએ તો આ શાળા ગુજરાત રાજ્યની સૌથી મોટી અને અદ્યતન સરકારી શાળા છે. શાળાના વિદ્યાર્થીઓને સરકાર તરફ થી મળતી શિષ્યવૃતિ અને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક સહાય આપવામાં આવશે. શાળા વિશાળ, આધુનિક ફર્નિચર સાથે હવા ઉજસવાળા વર્ગખંડો સાથે સીસીટીવીની સુરક્ષા ધરાવે છે. શાળામાં બીઆઇએસએજી સ્ટુડિયો છે જેમાં ગાંધીનગરથી પ્રસારિત થતા સેશન વિદ્યાર્થીઓને બતાવવામાં આવે છે. ઉપરાંત શાળા અદ્યતન પુસ્તકાલય અને વિજ્ઞાન પ્રયોગશાળા ધરાવે છે.
શાળામાં વિદ્યાર્થીઓ માટે વિશાળ રમતનું મેદાન તથા રમતના અદ્યતન સાધનો છે. જેથી વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે રમત ગમતમાં પણ અગ્રેસર રહી શકે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અદ્યતન સાધનો વડે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામા આવે છે તેમજ ઓડિયો વિસ્યુઅલ સિસ્ટમ દ્વારા સ્માર્ટ એજ્યુકેશન આપવામાં આવે છે. અભ્યાસ સાથે ગુજકેટ, જી, નિટ, પીએમટી અને આઈઆઇટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓ પણ કરાવવામાં આવે છે. આ સાથે શાળાના વિદ્યાર્થીઓ એનસીસીમાં જોડાઈ શકે તેવી પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.વીસી ટેક્નિકલ હાઈસ્કૂલ દ્વારા આગામી ૩૦ એપ્રિલના રોજ સવારે ૯ થી ૧૧ સુધી માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓએ ધો.૧૦ પછી શુ કરવું? તે અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવમાં આવશે. સેમિનારમાં જોડાવવા માટે તા.૨૭ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે મો. ૯૭૧૪૦ ૨૯૨૬૦, ૯૯૯૮૦ ૧૨૯૩૦ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,