કોરોના મહામારીમાં અવિરત  સેવાકીય કાર્યો બદલ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પ્રોજેકટના પ્રમુખ મૌલેશ ઉકાણીને સન્માનપત્ર અર્પણ

વલ્લભાચાર્ય યુથ ઓર્ગેનાઈઝેશને કોરોના મહામારીના બે વર્ષ દરમ્યાન અનેકવિધ   સેવાકાર્યો હાથ ધર્યા છે. આ સેવાકાર્યોની નોંધ રાષ્ટ્રસ્તરે લેવાઈ છે. વીવાયઓ પરિવારે જરૂરતમંદ પરિવારને સહાય કરવાની સાથે કોરોના દર્દીઓને ઓકિસજન પુરો પાડવા સુધીની સેવા નિ:સ્વાર્થપણે કરી હતી અને હજુ પણ  વીવાયઓ દ્વારા સેવાકાર્યો થઈ રહ્યા છે. ત્યારે આજે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય અને  વીવાયઓ વિશ્ર્વ પરિવાર માટે ગૌરવનો અવસર આવ્યો છે.વીવાયઓની સેવાને  ગૃહમંત્રી અમિત શાહે બિરદાવી છે.

વૈષ્ણવાચાર્ય પૂજ્ય  વ્રજરાજકુમારજી મહોદયના મંગલ શુભાશિષથી રાજભવન ગુજરાત ખાતે વીવાયઓ વિશ્વ પરિવારને ભારતના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કોરોના મહામારીના સમયમાં અવિરત સેવાકીય કાર્યો બદલ સન્માનિત કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે રાજ્યપાલ  દેવવ્રત  આચાર્યજી સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ અવસરે વીવાયઓ  ભારતના મેનેજિંગ ટ્રસ્ટીઅશોકભાઈ શાહ અને કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ પ્રોજેકટના પ્રમુખ  મૌલેશભાઈ ઉકાણીને સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.