ટેકનીકલ ક્ષેત્રે ઈ-યંત્ર રોબોટીકસ લેબોરેટરી, એનર્જી ઓડીટ લેબોરેટરી અને ડિજિટલ ક્ષેત્રે અત્યાધુનિક વીવીપી વેબસાઈટ તથા વીવીપી એલ્યુમ્ની પ્લેટફોર્મનો સમાવેશ

સમય સાથે વી.વી.પી. ઈજનેરી કોલેજ તાલ મિલાવી રહી છે. ઈન્ડસ્ટ્રી રેડી એજીનીયર અને સફળ વ્યાવસાયિકની ઈજનેરી ફોજ રાષ્ટ્રને અર્પણ કરવાના ધ્યેય સાથે કાર્યરત વી.વી.પી. ઈજનેરી કોલેજમાં ટેકનીકલ અને ડીજીટલ ચાર નવીનત્તમ પ્રકલ્પનું ઉદઘાટન અને લોકાર્પણ તારીખ ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૦ શનિવારના રોજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. નવીનભાઈ શેઠના હસ્તે, મુખ્ય મહેમાન તરીકે રોલેકસ રીંગસ પ્રાઈવેટ લીમીટેડ નાં મેનેજીંગ ડીરેકટર  મનીષભાઈ માડેકા ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વી.વી.પી.ના ફેસબુક પેજ https://www.facebook.com/ VvpEngineeringCollege/ પરથી માણી શકાશે. આ લીક વી.વી.પી.ની વેબસાઈટ WWW.Vvpedulink.ac.in પરથી પણ મેળવી શકાશે.

વી.વી.પી.ના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તા વી.વી.પી. ઈજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર નવીનત્તમ પ્રકલ્પોમાં ટેકનીકલ ક્ષેત્રે ઈ-યંત્ર-આઈ.આઈ.ટી. બોમ્બે, રોબોટીકસ લેબોરેટરી, એનર્જી ઓડીટ લેબોરેટરી, ડીજીટલ ક્ષેત્રે અત્યાધુનીક વી.વી.પી. વેબસાઈટ તથાવી.વી.પી. એલ્યની પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

– ઈ-યંત્ર રોબોટીકસ લેબોરેટરી

આધુનિક જમાનાની સૌથી મોટી માંગ એટલે ઓટોમેશન અને રોબોટીકસ. અને આ માંગને ધ્યાનમાં લઈને ઈ-યંત્રની આ લેબનો વિદ્યાર્થીઓને મુખ્યત્વે રોબોટીકસ શીખવવામાં આવશે. આ માટેના સંપૂર્ણ મોડ્યૂલ તૈયાર છે અને ફાયર બર્ડ-પ તમજ હેકરાપોડ નામના રોબોટની સાથે તેનું કોડીંગ, સેન્સર ઈન્ટરફેસીંગ, વાયરીંગ ફીઝીકસ મૂવમેન્ટ પણ શીખવવામાં આવશે.

– એનર્જી ઓડીટ લેબોરેટરી

સમગ્ર વિશ્વમાં ઉધોગીકરણને કારણે ઊર્જાની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે, જેની સામે ઊર્જાના સ્ત્રોત મર્યાદિત છે. આથી સમગ્ર વિશ્વ ઊર્જાની બચત થાય એ માટે પ્રયત્નશીલ છે અને એના કારણે વી.વી.પી.માં એનર્જી ઓડીટ લેબોરેટરી આકાર લઈ રહી છે. એનર્જી ઓડીટ સમયની તાતી જરૂરિયાત છે. આથીજ વી.વી.પી. કોલેજમાં આ લેબોરેટરીની શરૂઆત કરવામાં આવી છે અને એ માટે જરૂરી અધતન સાધનો વસાવવામાં આવ્યા છે આ લેબોરેટરી માટે રોલેક્ષ ઈન્ડસ્ટ્રી તરફી સહાય મળી છે.

– સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી કંપનીમાં જઈને એનર્જી ઓડીટ ઊર્જાની બચતના વિવિધ વિકલ્પો સૂચવવામાં આવે છે અને ઊર્જાની બચત કરી શકાય છે.

વી.વી.પી. એલ્યુમ્ની પ્લેટફોર્મ

કોઈપણ એન્જિનીયરીંગ કોલેજ માટે તેના વિવિધ આધારસ્તંભમાંનો એક આધારસ્તંભ એટલે તેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (એલ્યુમ્ની) અત્યારની આધુનિક ભાષામાં તેમને “બ્રાંડ એમ્બેસેડર” કહેવાય છે. કોલેજમાં ઉચ્ચ શિક્ષણ સાથે ઉત્કૃષ્ટ સંસ્કાર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ વિશ્વના ખૂણે-ખૂણે ફેલાયેલા હોય છે. વી.વી.પી. એન્જિનીયરીંગ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે દરેક ક્ષેત્રમાં ખૂબ જ સરસ કામ કરી સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે.

વી.વી.પી.ના કુલ ૮,૬૦૦ વિદ્યાર્થીઓને એક છત્ર એટલે કે, એલ્યુમ્ની પોર્ટલ થકી જોડવાનો આ પ્રયાસ છે. સવિશેષ આનંદની વાત એ છે કે, આ એલ્યુમ્ની પોર્ટલ પણ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જ સંપૂર્ણપણે વી.વી.પી.ની પરંપરા અને સંસ્કારો પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે. નવીનત્તમ વી.વી.પી. વેબસાઈટ અધતન વેબસાઈટ વિશે વિશેષ માહિતીમાં સાંપ્રત સમયની માંગ પ્રમાણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને આંગળીના ટેરવે વી.વી.પી. નાં દરેક વિભાગ, પ્લેસમેન્ટ, પરિણામ, ફેકલ્ટી પ્રોફાઈલ, પ્રવેશ માહિતી, કેરીયર કાઉન્સેલીંગ, વી.વી.પી.ની વિવિધ સ્કોલરશીપ યોજનાઓ, કાર્યક્રમો, ઈવેન્ટસ, વિવિધ લેબોરેટરી, કોમ્યુટર સેન્ટર, લાઈબ્રેરી, સ્પોર્ટસ, સાંસ્કૃતિક, શૈક્ષણિક, સહ-શૈક્ષણિક વગેરે વિશે તલસ્પર્શી મેળવી શકશે. ઉપરોકત ટેકનીકલ લેબોરેટરી કી વી.વી.પી. ઈન્ડસ્ટ્રી-ઈન્સ્ટીટયુટ વચ્ચેની ખાઈ પૂરશે તા ઈન્ડસ્ટ્રી રેડી એન્જીનીયરની ભેટ રાષ્ટ્રનાં ચરણોમાં સમર્પિત કરવાની પરંપરા જાળવી રાખશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.