આર.એસ.એસ. ના અખીલ ભારતીય સર કાર્યવાહક દતાત્રેય હોસબોલેની ઉપસ્થિતિમાં મંગળવારે
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ડો. નવીનભાઇ શેઠ, ડો. નીતિનભાઇ પેથાણી સહિતના મહાનુભાવો રહેશે ઉપસ્થિત
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા વી.વી.પી. ના ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ તથા ડો. નરેન્દ્રભાઇ દવે
ભારતનું કદાચ એકમાત્ર એવું ટ્રસ્ટ વી.વી.પી. હશે કે જે છેલ્લા છેલ્લા 14 વર્ષોથી તમામ વિઘાર્થીઓને રૂ. સાડા સાત હજારની લેપટોપ સબસીડી આપે છે: ટ્રસ્ટી
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સેલ્ફ-ફાઇનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ તથા આર્કીટેકચર કોલેજની સ્થાપના કરનાર વ્યવસાયી વિઘા પ્રતિષ્ઠાન (વી.વી.પી.) ને રપ વર્ષપૂર્ણ થઇ રહ્યા છે. જે પ્રસંગે તાર. 7 ડીસેમ્બર 2021ના સવારે 11.30 કલાકે રજત જયંતિ મહોત્સવ તથા સ્મૃતિ ગ્રંથ વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખીલ ભારતીય સરકાર્યવાહ દત્તાત્રેયજી હોસબેોલે ઉપસ્થિત રહેશે. જેમના હસ્તે સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. પ્રમુખ સ્થાને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત ટેકનોલોજીકલ વિશ્ર્વ વિઘાલયના કુલગુરુ ડો. નવીનભાઇ શેઠ તથા સૌરાષ્ટ્ર વિશ્ર્વ-વિઘાલયના કુલગુરુ ડો. નીતીનભાઇ પેથાણી ઉપસ્થિત રહેશે.
રપ વર્ષોની યાત્રા વિશે ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવતાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા તથા ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, ડો. નરેન્દ્રભાઇ દવે, હર્ષલભાઇ મણીઆરે જણાવ્યું હતું કે આ ટ્રસ્ટનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્ર-કચ્છની ઉચ્ચ શિક્ષણની જરુરીયાતોની પૂર્તિ કરવાનો છે. સૌરાષ્ટ્ર-કચ્છની સર્વ પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ ડીગ્રી એન્જીનીયરીંગય વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ તથા સર્વ પ્રથમ આર્કીટેકચર કોલેજ એટલે ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચરની સ્થાપનાનું શ્રેય વી.વી.પી.ને ફાળે જાય છે.
રપ વર્ષોમાં વી.વી.પી. એ અનેક વિઘાર્થી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. વી.વી.પી. ભારતનું કદાચ એકમાત્ર એવું ટ્રસ્ટ હશે કે જે છેલ્લા 14 વર્ષોથી તમામ વિઘાર્થીઓને રૂ. 7પ00 ની લેપટોપ સબસીડી આપે છે. આ યોજના અંતર્ગત છેલ્લા 14 વર્ષોમાં કુલ રૂ. સાડા ચાર કરોડથી વધુ રકમની લેપટોપ સબસીી વિઘાર્થીઓને અપાઇ છે.
સમયાંતરે વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેમ કે વિઘાર્થી-વાલીનો વીમો, પ્રવેશ આધારીત સ્કોલરશીપ કે જેમાં યુનિવર્સિટી કે જેમાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર દરેક બ્રાંચના વિઘાર્થીને રૂ. 1,01,000 નો રોકડ પુરસ્કાર તથા 100 ટકા ફી પરત, દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિઘાર્થીને રૂ. 91,000 નો રોકડ પુરસ્કાર તથા 90 ટકા ફી પરત, એ રીતે દશ ક્રમાંક સુધી માતબર સ્કોલરશીપ આપવામાં આવે છે.
વી.વી.પી. ના રપ વર્ષોની સફળ યાત્રામાં પૂર્વ ચેરમેન સ્વ. પ્રવિણકાકા મણીઆર, પૂર્વ મેનેજીગ ટ્રસ્ટી સ્વ. ચંદ્રકાંતભાઇ પાવાગઢી, પૂર્વ ટ્રસ્ટી સ્વ. સંજયભાઇ મણીઆર તથા વર્તમાન મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા તથા ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, ડો. નરેન્દ્રભાઇ દવે તથા હર્ષલભાઇ મણીઆરનો સિંહ ફાળો રહ્યો છે.
વી.વી.પી. માં ર6 પી.એચ.ડી., માસ્તર ડીગ્રી ધરાવતા 80 થી વધુ અનુભવી પ્રાઘ્યાપકો, આર્કીટેકચરમાં 30 જેટલા નિષ્ણાંતો આકીટેકટો ટેકનીકલ આસીસ્ટન્ટસ, લાઇબ્રેરી તથા બીન-શૈક્ષણિક કર્મચારીઓ મળીને 207 નો સ્ટાફ સેવાઓ આપે છે.
વિશ્ર્વની સૌથી મોટી રીફાઇનરી-જામનગર સ્થિત રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના મીકેનીકલ, ઇલેક્રટીકલ, કેમીકલ તથા ઇન્સ્યુમેન્ટેશન એન્ડ કંટ્રોલના એન્જીનીયરોને વી.વી.પી.ના સ્ટાફે ટ્રેનીંગ આપી છે. વી.વી.પી. દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ રીલાયન્સના એન્જીનીયરોને બઢતી આપવામાં આવે છે. જામનગર સ્થિત એસ્સાર કંપનીના સ્ટાફને વી.વી.પી. તાલીમ આપે છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ હેતુસર અંદાજીત રૂપિયા દોઢ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. નૂતન વર્ષે ઘર ઘર પહોચવાના હેતુથી વિઘાર્થીઓ તથા કર્મચારીઓ-પ્રાઘ્યાપકગણને દિવાળી ગીફટ- ડ્રાયફુટ બોકસ આપવામાં આવે છે.
વી.વી.પી. ના શ્રેષ્ઠ શિક્ષણ થકી વિઘાર્થીઓ અનેક રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ, રીલાયન્સ, ન્યારા એનર્જી, મેટ્રીકસ અદાણી, આઇ.આર.એમ. એનર્જી, રોલેકસ, ટી.સી. એસ. સિઘ્ધિ સિમેન્ટ, ઇન્ફોસીસ, નીરમા લીમીટેડ, પેલીકન, બાયજુસ, અલ્ટ્રાકેબ, બોસ્ક, વ્રજ, ઇન્ફ્રાસ્ટ્રકચર, જયોતિ, ફેરોમેટીક મિલેકન વિપ્રો, અનંત વગેરેમાં પસંદગી પામ્યા છે.
વિઘાર્થીઓ સ્વ.-રોજગાર પ્રાપ્ત કરે એ હેતુથી વી.વી.પી. માં સ્ટાર્ટ અપ, એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેનટ સેલ, પ્લેસમેન્ટ ટ્રેનીંગ સેલ પણ કાર્યરત છે.
વી.વી.પી. યુનિવર્સિટી પરીક્ષીઓમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમથી પાંચ ક્રમાંકમાં તથા સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખ્યો છે. વી.વી.પી. ના કુલ 68 વિઘાર્થીઓ ગોલ્ડ મેડલ મેળવી ચુકયા છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3ર તથા જી.ટી.યુ.માં 36 ગોલ્ડ મેડાલીસ્ટ વિઘાર્થીઓનો સમાવેશ થાય છે.
વી.વી.પી. એ આજ સુધી મેનેજમેન્ટ કવોટા હેઠળ દાન લઇને કે કેપીટેશન ફી લઇને બેઠકો ભરી નથી. ટ્રસ્ટ દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીને સી.સી. કેમેરા માટે, ભૂકંપ, સૈનિક માટે સહાય, પૂર હોનારત, કોરોના સહાય વગેરે માટે અંદાજીત દોઢ કરોડની રકમ, વિઘા ભારતીઢ, શિશુ મંદિરો અને જુદી જુદી એજયુકેશન સંસ્થાઓને અન્ય ક્ષેત્રે શૈક્ષણિક સહાય રૂપે 1ાા કરોડ રૂપિય સુધીનું દાન કર્યુ છે.
કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા તથા ટ્રસ્ટીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, ડો. નરેન્દ્રભાઇ દવે તેમજ હર્ષલભાઇ મણીઆર ના માર્ગદર્શન હેઠળ વી.વી.પી. ઇજનેરી કોલેજના પ્રિન્સીપાલ ડો. જયેશભાઇ દેશકર તથા ઇન્દુભાઇ પારેખ સ્કુલ ઓફ આર્કીટેકચરના નિયામક કિશોરભાઇ ત્રિવેદી, ધવલભાઇ જોશી, જયેશભાઇ સંઘાણી સમગ્ર પ્રાઘ્યાપક ગણ તથા કર્મચારીઓ ગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.