ડીગ્રી એન્જીનીયરીંગના અભ્યાસ ક્રમમાં ઓનલાઈન પ્રવેશ કાર્યવાહીમાં રાઉન્ડ-૨ જાહેર થતાં “પ્રવેશમાં પણ વી.વી.પી. સૌરાષ્ટ્રમાં નંબર વન રહી છે. સમગ્ર ગુજરાતમાં “એ ગ્રુપના વિદ્યાર્થીઓના એન્જીનીયરીંગના પ્રવેશ માટે ૬૮૩૨૩ સીટ છે, જેમાં “એ ગ્રુપમાં ૬૬૮૬૬ વિદ્યાર્થીઓ હતા જેમાં પ્રથમથી જ ૧૪૫૭ સીટ ખાલી રહી હતી. ત્યારબાદ ૬૮૮૬૬માં ૪૨૩૪૭ વિદ્યાર્થીઓએ જે એન્જીનીયરીંગમાં પ્રવેશ માટે એ.સી.પી.સી. રજીસ્ટ્રેશન કરાવેલ હતું. બીજા રાઉન્ડના પ્રવેશ પ્રક્રિયાના અંતે ૨૮૨૩૬ સીટો ખાલી રહેવા પામે છે. આમ જોઈએ તો ૨૮૨૩૬ અને ૧૪૫૭ એટલે કુલ ૨૯૬૯૩ જેવી અંદાજે ખાલી રહેવા પામેલ છે. હજુ વધુ સીટો ખાલી રહેવાની શકયતા છે. સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં વી.વી.પી.એ પ્રવેશમાં પણ પોતાના નંબર વનનું સ્થાન જાળવી રાખેલ છે.
ડીગ્રી એન્જી.ના પ્રવેશમાં વીવીપીનો દબદબો: સૌરાષ્ટ્રમાં પ્રથમ સ્થાને
Previous Articleસ્વામી દિવ્યાનંદજીના સાનિધ્યમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ‘રૂદ્રપુજા’: જાહેર જનતાને આમંત્રણ
Next Article વિધાનસભાની દરેક બેઠકો ઉપર મહિલા મતદાન મથક