ઈન્ડિયા હેકસ પ્રતિયોગીતામાં ફાઈનલ રાઉન્ડમાં પહોંચતા મિલિન પારેખ અને વિવેક શાહ
ઈન્ડિયા હેકસ પ્રતિયોગીતા સમગ્ર દેશના ટેકનિકલ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે જુદા જુદા પ્રોબ્લેમ સોલ્વ કરવા પોતાની કૃતિઓ રજૂ કરવાની પ્રતિયોગીતા છે. જેના વિષયોમાં સ્માર્ટ હોમ ઓટોમેશન સ્માર્ટ વેરેબલ સ્માર્ટ મેડીકલ આસિસ્ટંટ, સ્માર્ટ ડ્રાઈવીંગ એકસપીરીયન્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.વી.વી.પી. ઈજનેરી કોલેજના ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનિકેશન બ્રાંચના વિદ્યાર્થીઓ મિલન પારેખ અને વિવેક શાહની ટીમ “બિલ્ડ મોર પણ આમાં સામેલ હતી. આ બંન્નેની ટીમના પ્રોજેકટનું ટાઈટલ છે “સ્માર્ટ કાર ફીચર્સ કે જે સ્માર્ટ ડ્રાઈવીંગ એકસપીરીયન્સના શીર્ષક નીચે આપ્યું છે. આ પ્રોજેકટમાં તેઓ દ્વારા મુકાયેલા નવીનતમ વિચારોમાં સાઈડ મીરરની બદલે સાઈડ કેમેરાનો ઉપયોગ, એન્ટી યેફટ સીકયુરીટી સિસ્ટમ, એકસીડન્ટ ઓટોમેટીક બ્રેકસ ફોર સેફટી, ડ્રાઈવરલેસ કાર વીથ લેન ડીટેકશન, પ્રી કોલોઝન એલર્ટ ફોમ સાઈડ બેઝ જેવા સ્માર્ટ ડ્રાઈવીંગ માટેના જ‚રી ફીચર્સ માટે જ‚રી એવા અલગોરીધમ + સર્કીટનો આવિષ્કાર કરવામાં આવ્યો છે. આ કારમાં સાઈડના મીરરની બદલે કેમેરા મુકવાથી કેમેરા દ્વારા ઝીલાતા દ્રશ્યોને આટશેમેશન કંટ્રોલ કરવામાં માટે ઉપયોગી બનાવી શકાશે. આ પ્રકારની ટેકનોલોજી વાળી ગાડીઓથી મોટી મોટી ઈન્ડસ્ટ્રીઝને ટ્રાન્સપોર્ટ માટે વધારે અંતર કાપવા “મેન પાવરની જ‚રીયાત ઘટી જાય. આ પ્રકારની ડ્રાઈવર વગરની ટેકનોલોજીથી લશ્કરમાં ટેંકને પણ કંટ્રોલ કરી શકાશે અથવા દુશ્મનોના વિસ્તારમાં માનવરહિત ગાડીઓ મોકલી દુશ્મનોનો ખાતમો બોલાવી શકાશે. આ શીર્ષક નીચેની પ્રતિયોગીતામાં કુલ ૪૫૫ ટીમએ ભાગ લીધો હતો.તાજેતરમાં ટીમને સેમીફાઈનલ માટે પસંદ કરવામાં આવી હતી. જેમાંથી આવતીકાલે ૮મી અને ૯મી સપ્ટેમ્બરના રોજ બેંગલોર ખાતે ૧૫ ટીમ વચ્ચે ફાઈનલ રમાવાની છે. જેમાં મિલિન પારેખ અને વિવેક શાહની ટીમનો સમાવેશ થયો છે. સમગ્ર રાજકોટ તથા વી.વી.પી. ઈજનેરી કોલેજ તથા ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિભાગનું ગૌરવ વધાર્યું છે. સમગ્ર સ્પર્ધામાં સ્પોન્સર્સ હનીવેલ કંપની આર.બી.એસ.બેંક અને હેકર અર્થ કંપનીઓ છે. જેમાં હનીવેલ ગ્રુપ ઓફ કંપની તથા આઈ બી એમ કંપનીઓના જજ બધી જ ટીમનું પરિક્ષણ કરે છે.મિલન પારેખ અને વિવેક શાહને સમગ્ર પ્રોજેકય માટે વી.વી.પી.ના ઈ.સી.વિભાગના સ્ટાફ માર્ગદર્શન પૂરું પાડયું છે. તેઓ ફાઈનલમાં સફળતા મેળવે તે માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ આચાર્ય, ડો.જયેશ દેશકર તથા ઈ.સી.વિભાગના તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી છે.