સંશોધનોની વણઝાર: સર્જન-૨૦૧૯માં વિદ્યાર્થીઓએ સમાજ, ઉધોગ અને રાષ્ટ્ર ઉપયોગી પ્રોજેકટો પ્રસ્તુત કર્યા
મેકેનીકલ, ઈલેકટ્રીકલ, કેમિકલ, ઈન્ફોર્મેશન અને નેનો ટેકનોલોજીના વિદ્યાર્થીઓનું કૌશ્લ્ય તાદ્રશ્ય થયું
વી.વી.પી. ઈજનેરી કોલેજ સંશોધનાત્મક ઈજનેરોની ફોજ રાષ્ટ્રને અર્પણ કરતી રહી છે. વી.વી.પી.માં ચાર વર્ષોની શિક્ષણયાત્રા દરમિયાન વિદ્યાર્થીમાંથી સંશોધનાત્મક ઈજનેરનું સર્જન થાય છે, પુસ્તક જ્ઞાનને વી.વી.પી.ના વિદ્યાર્થીઓ ઔધોગિક ફલક પર આવિષ્કૃત કરે છે. વી.વી.પી.ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓનું પ્રોજેકટ પ્રદર્શન ‘સર્જન-૨૦૧૯’ આયોજીત કરવામાં આવ્યું, જેમાં મીકેનીકલ, ઈલેકટ્રીકલ, કેમીકલ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઈલેકટ્રોનીકસ એન્ડ કોમ્યુનીકેશન, બાયો ટેકનોલોજી, સીવીલ એન્જીનીયરીંગ અને નેનો ટેકનોલોજીના વિદ્યાર્થીઓનું અદભુત ઈજનેરી કૌશલ્ય તાદ્રશ્ય થયું. વી.વી.પી.ના વિદ્યાર્થીઓએ પ્રાચીન અને અર્વાચીન ટેકનોલોજીના અદભુત સમન્વય દ્વારા અનેક સમાજ, ઉધોગ અને રાષ્ટ્ર ઉપયોગી પ્રોજેકટ રજુ કર્યા.
પ્રથમ ચરણમાં ડિપાર્ટમેન્ટ મુજબ પ્રોજેકટ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં ડીપાર્ટમેન્ટની વિવિધ લેબોરેટરીમાં પ્રોજેકટ રાખવામાં આવ્યા હતા. એક લેબોરેટરીમાં જે-તે ડીપાર્ટમેન્ટના બેસ્ટ પ્રોજેકટની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. જેનું મુલ્યાંકન વિવિધ ઔધોગિક એકમોમાંથી નિમંત્રિત નિષ્ણાંત નિર્ણાયકોએ કર્યું હતું. દ્વિતીય ચરણમાં દરેક ડીપાર્ટમેન્ટના સર્વશ્રેષ્ઠ ત્રણ પ્રોજેકટની પ્રદર્શની રાખવામાં આવી હતી. સુવ્યવસ્થિત આયોજન દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના તમામ વિદ્યાર્થીઓએ પ્રોજેકટ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓનાં સુંદર અને સમાજ ઉપયોગી પ્રોજેકટસ બદલ વી.વી.પી.નાં મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, આચાર્ય જયેશભાઈ દેશકરે વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને અભિનંદન પાઠવેલ હતા. ઈલેકટ્રીકલ એન્જીનીયરીંગ વિભાગ દ્વારા આઠમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ બનાવેલ પ્રોજેકટ દ્વારા સમાજને અનન્ય પ્રદાન.
(૧) ટ્રાન્સફોર્મ લાઈફ :-ઈલેકટ્રીકલ વિભાગના પ્રો.અલ્પેશ આદેશરાના નેતૃત્વ નીચે આઠમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓ વિનીત પારેખ, સૌરભ સામલ, નિકુંજ ટીલાળા, નિરવ રાયકુંડલીયા અને દર્શક દઢાણીયાએ ટ્રાન્સફોર્મરની લાઈફ વધી શકે તે માટે વિશિષ્ઠ પ્રોજેકટ બનાવેલ છે. જેમાં ટ્રાન્સફોર્મર ટેન્કની અંદર ઉત્પન્ન થતા વિવિધ ગેસને વિવિધ સેન્સર દ્વારા સેન્સ કરી એનાલીસીસ કરવામાં આવે છે અને એના પરથી ચોકકસ ફોલ્ટની જાણકારી મળે છે. આ ટેકનોલોજીથી ટ્રાન્સફોર્મર ઓઈલનું તાપમાન પણ જાણી શકાય છે જેના દ્વારા તેની લાઈફની ગણતરી શકય બને છે. આ પ્રોજેકટની પસંદગી પણ એ.એસ.આઈ.પી. માટે કરવામાં આવી છે.
(૨) ૭ હોર્સ પાવર મોટર ડીઝાઈન:-ઈલેકટ્રીકલ વિભાગના પ્રો.કિશન ભાયાણીના માર્ગદર્શન નીચે આઠમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓ કેવલ મેંદપરા, અવધ જીવાણી, શુભમ બકોરી અને જેવીન મકવાણાએ ૭ હોર્સ પાવરની ઈન્ડકશન મોટરની ડીઝાઈનમાં ફેરફાર કરીને એવી મોટર બનાવેલ છે જેના સ્પીડ ક્ધટ્રોલ માટે ડ્રાઈવની જરૂર જ નથી. હાલ તમામ ઈન્ડસ્ટ્રીઝમાં ડ્રાઈવની જરૂર પડે છે. આમ, ડ્રાઈવની કિંમત બચાવીને ઈનિશલ કોષ્ટમાં ઘટાડો થાય છે. આ પ્રોજેકટ રાજકોટ વિસ્તારના ઔધોગિક એકમો માટે ખાસ ઉપયોગી છે. કારણકે, રાજકોટમાં ઈન્ડકશન મોટર બનાવવાના ઘણા બધા યુનિટ કાર્યરત છે. આ પ્રોજેકટની પસંદગી એસ.એસ.આઈ.પી. (સ્ટુડન્ટ સ્ટાર્ટ ઈનોવેશન પોલીસી), ગુજરાતમાં પસંદગી થઈ છે.
(૩) ટેમ્પરેચર રેગ્યુલેટર ઓફ સોલાર વોટર હીટર:-ઈલેકટ્રીકલ વિભાગના વડા ડો.ચિરાગ વિભાગકરના નેતૃત્વ નીચે આઠમાં સેમેસ્ટરના વિદ્યાર્થીઓ સાગર ભાયાણી, સાગર ઘરઅંડીયા, જયદીપ વોરા અને અક્ષિત ગજેરાએ ‘ટેમ્પરેચર રેગ્યુલેટર ઓય સોલાર વોટર હીટર’ બનાવેલ છે. સૂર્યના તાપમાનને કારણે વોટર હીટરના પાણીનું તાપમાન સતત બદલતું રહે છે. આ પ્રોજેકટના ઉપયોગથી ગ્રાહકની ઈચ્છા મુજબનું તાપમાનવાળું પાણી બનાવી વાપરી શકાય છે.
(૪) હાઈ ઈમ્પીડન્સ ફોલ્ટ ડીટેકટર ફોર ડીસ્ટ્રીબ્યુશન સીસ્ટમ:-ઈલેકટ્રીકલ વિભાગના પ્રો.રીમા એમ.પુજારાના માર્ગદર્શન હેઠળ જયદીપ મકવાણા, દુષ્યંતસિંહ ઝાલા, નિલાંગ વાંજા અને હર્ષ મોડાસીયાએ ‘હાઈ ઈમ્પીડન્સ ફોલ્ટ ડીટેકટર ફોર ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નામનો પ્રોજેકટ બનાવેલ છે. જેમાં સીસ્ટમમાં કોઈપણ સમયે અનબેલેન્સ વેબ અથવા ફોલ્ટના કારણે હાઈ ઈમ્પીડન્સ ઉત્પન્ન થાય છે ત્યારે તેને સેન્સ કરીને બ્રેકર દ્વારા સપ્લાય કટ કરવામાં આવે છે. ઉપરાંત, ટોટલ હોર્મનીકસની જાણકારી તેમજ એનાલીસીસ પણ કરી શકાય છે.
(૫) લો કોસ્ટ સોલાર પેનલ કલીનર:-ઈલેકટ્રીકલ વિભાગના પ્રો.રીમા એમ.પુજારાના નેતૃત્વ નીચે શુભમ દાવડા, ઉમંગ મયાત્રા, દેવાંગ ગોહેલ અને વિરભદ્ર પરમારે ‘લો કોસ્ટ સોલાર પેનલ કલીનર’ બનાવેલ છે. હાલ વિશ્ર્વમાં બધી જ જગ્યાએ સોલાર પ્રોજેકટ કાર્યરત છે. આ પેનલને વારંવાર સાફ કરવી પડે છે અને તો જ તેમાં પુરુ પાવર જનરેશન મળે છે. આથી આ પ્રોજેકટમાં મોટરના ઉપયોગ દ્વારા ઓટોમેટીક રીતે પેનલની સફાઈ થાય છે.