૧૬૦૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પરિવાર સાથે ઉ૫સ્થિત રહેશે

વી.વી.પી.નું ‘ગ્રાન્ડ એલ્યુમ્ની મીટ-૨૦૨૦’નું અદૂભૂત આયોજન તા. પ જાન્યુઆરી ૨૦૨૦ ને રવિવારના રોજ વી.વી.પી. સંકુલ ખાતે ૯ કલાકથી મહાસંમેલનનો શુભારંભ થશે. પૂર્વ વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં સફળતાતી ચરમસીમાઓ પહોંચી ઉચ્ચ પદ્દો પર ફરજો બજાવે છે. આવા વિઘાર્થીઓ વર્તમાન વિઘાર્થીઓ સાથે ડિપાર્ટમેન્ટ વાઇઝ ગોષ્ઠિ કરી કારકિર્દિ બાબતે અમૂલ્ય માર્ગદર્શન પુરુ પાડશે.

ત્યારબાદ તમામ વિઘાર્થીઓ માટે નિ:શુલ્ક વર્તમાન અને પૂર્વ વિઘાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલશે. સાંસ્કૃતિક કાર્યક્રમો સવારનો નાસ્તો, બપોરના ભોજન બાદ પ્રાચીન અને અર્વાચીન રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બાળકો માટે સ્વદેશી રમતોનું ખાસ આયોજન કરવામાં આવેલ છે. દ્વિતીય તમામ વિઘાર્થીઓને પરિવાર સહિત આમંત્રિત કરવામાં આવેલ છે. ગ્રાન્ડ એલ્યુમ્ની મીટ-૨૦૨૦ ના ક્ધવીનર ડો. રુપેશભાઇ રામાણી, સહ ક્ધવીનર સ્નેહાબેન પંડયાએ વિશેષ માહીતી આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૧૬૦૦ થીવધુ વિઘાર્થીઓ પરિવાર સહીત આ મહાસંમેલનમાં ઉ૫સ્થિત રહેવાનું રજીસ્ટ્રેશન કરાવી દીધેલ છે. સમગ્ર રાજય નહિ પરંતુ દેશની આ અદ્રિતીય ઘટના બની રહેશે કે જેમાં તમામ પૂર્વ વિઘાર્થીઓ પરિવાર સહિત નિમંત્રીત હોય અને તમામ માટે નિ:શુલ્ક વ્યવસ્થા પણ હોય.

આ મહાસંમેલન માટે વી.વી.પી. માં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉપરોકત  સંમેલનને આચાર્ય ડો. જયેશભાઇ દેશકરના સિધા માર્ગદર્શન હેઠળ ક્ધવીનર ડો. રુપેશભાઇ રામાણી, સહ ક્ધવીનર પ્રો. સ્નેહાબેન પંડયા, ડો. જયસુખ મારકણા, ડો. ડી.એચ. પટેલ, પ્રો. એ.એમ.લાખાણી, આર.ડી.રાવત, સમીર કનૈયા, પ્રો. અમીત પાઠક, પ્રો. પ્રતિક આનંદપરા, પ્રો. કે.પી.રાંક, પ્રો. જે.એમ. પંડયા, પ્રો. પી.કે. કોરડીયા, પ્રો. વી.કે.વ્યાસ, પ્રો. આર.ડી. દોશી, પ્રો. નિર્મલ ભાલાણી, પ્રો. નરેશ તાડા, પ્રો. વિરાજ દક્ષિણી, પ્રો. પી.વી. ચાવડા, પ્રો. એસ.કે. ધુલીયા, પ્રો. પી.બી. વાઢેલ, નિલદીપ ભટ્ટી, ચમન સિંધવ, નંદન દવે, વિપુલ દવે, તમામ વિભાગીય વડાઓ તેમજ તમામ કર્મચારીઓ ભારે જહેમત ઉડાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.