શૈલ શુકલ, અભિષેક લાલસત્તા, દર્શિલ સચદેવ અને મનિષ નેભાણીએ મેળવી સિધ્ધિ
વી.વી.પી. ઈજનેરી કોલેજના ઈલેકટ્રોનિકસ એન્ડ કોમ્યુનિકેશન વિધાશાખાના ફકત બીજા સેમેસ્ટરમાં ભણતા વિદ્યાર્થીઓ શેરૂ અભિષેક, દર્શિલ અને મનિષની ટીમએ આઈ.આઈ.ટી. વારાણસી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય સ્તરનાં ટેકનીકલ કાર્યક્રમ ટેકમેક્ષ ૨૦૧૮માં રોબોટીકસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી જવલંત સફળતા હાંસલ કરેલ છે.
વીવીપી ખાતે બીજા સેમેસ્ટર ઈ.સી.બ્રાંચમાં ભણતા શેલ વિજયકુમાર શુભલ અભિષેક શૈલેષભાઈ લાલસત્તા દર્શિલ રૂપેશભાઈ સચદેવ મનિષ દિલિપભાઈ નેભાણીએ તાજેતરમાં વીવીપી ઈજનેરી કોલેજ ખાતે ૨૦,૨૧ જાન્યુઆરીના રોજ ઈલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટ ખાતે યોજાયેલ આરડયુબીટીકસ રોબોટીકસ નામની વર્કશોપમાં ભાગ લઈ રોબોટ કેવી રીતે બનાવવો તથા તેનીપાસે યુકિતપૂર્વકના કામ કેવી રીતે પાર પડાવવા તેનુ તલસ્પર્શી જ્ઞાન મેળવેલ હતુ. જેમાં ઈલેકટ્રીકલ ડિપાર્ટમેન્ટની ટીમ પ્રથમ ક્રમાંક અને ઈ.સી. ડિપાર્ટમેન્ટની ટીમ દ્વિતિય ક્રમાંકે આવેલ હતી. આ વર્કશોપ ઈનોવીએન્સ ટેકનોલોજી નોઈડા દ્વારા આયોજીત કરવામાં આવેલ હતો. આ રીતે આ કંપની દ્વારા દેશની જુદી જુદી કોલેજમાં આયોજીત વર્કશોપમાંથી જેમના સૌથી સારા રોબોટસ બનેલા હાય તેવા વિદ્યાર્થીઓની ટીમની પસંદગી કરવામાં આવેલ આવી કુલ દસ જેટલી મને આઈઆઈટી વારાણસી ખાતે આયોજીત ટેકનીકલ ઈવેન્ટ, ટેકમેક્ષ ૨૦૧૮માં ફાઈનલ રાઉન્ડ માટે આમંત્રીત કરવામાં આવેલ જેનો ફાઈનલ રાઉન્ડ તા.૧૮ના રોજ યોજવામાં આવેલ હતો.
દસ ટીમમાંથી રાજકોટની વીવીપીનાં ઈ.સી. વિભાગના આ ચારેય વિદ્યાર્થીઓની ટીમનાં રોબોટસએ આ મેઝ સફળતાપૂર્વક પાર પાડી પ્રથમ સ્થાન મેળવેલ હતુ. આ માટે દરેક વિજેતાને વિજેતા પ્રમાણપત્ર તથા ટીમને રૂ.૧૦,૦૦૦ નું રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામા આવેલ હતા.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર તથા આચાર્ય ડો. જયેશભાઈ દેશકર એ વિદ્યાર્થીઓને અભિનંદન પાંવેલ છે. આ સાથે ઈ.સી. વિભાગના વડા ડો. ચાર્મીબેન પટેલ ઈ.સી. વિભાગના તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીમીત્રોએ પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલી છે.