વી.વી.પી.ના સેમેસ્ટર આઠના મીકેનીકલ વિભાગના વિદ્યાર્થીઓ ગોરસીયા ચિત ભુવા હર્ષદ અકબરી સાગર દ્વારા વિકલાંગો માટે એક હાથથી ચાલતી ત્રિચક્રીય સાયકલ પ્રોજેકટ દ્વારા જબ આકર્ષણ જમાવ્યું છે. આધુનિક સમમાં વિકલાંગો માટે ચેઈન અને પેડલનો ઉપયાગે થાય છે.જેની માટે વધારે બળ આપવું પડે છે.
અને બંને હાથની જરૂર પડે છે પણ આ ત્રિચક્રીય સાયકલ એક હાથથી લગાવી શકાય છે.જેમાં ઓછશ બળથી વધારે અંતર કાપી શકાય છે. તથા ત્રિચક્રીય સાયકલમાં ચેઈન તથા ગેયરનો ઉપયોગ થયો નથી.
આ સાયકલમાં એક સ્ટીયરીંગ રોડ છે જેને પાછળથી આગળ કરવાથી સાયકલ આગળની દિશામાં ચાલે છે. આ સાયકલનો ઉપયોગ જેની પાસે એક પણ પગ ન હોય અથવા એક જ હાથ હોય તે આ સાયકલ ઓછા બળમાં ચલાવી શકે છે.
ઉપરોકત પ્રોજેકટમાં ગાઈડ તરીકે મીકેનીકલ વિભાગના વડા ડો.જે.પી. મહેતાએ માર્ગદર્શન પૂ પાડયું હતુ વિદ્યાર્થીઓએ બનાવેલ પ્રોજેકટ માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા, કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆરે તથા આચાર્ય ડો. જયેશભાઈ દેશકરે અભિનંદન પાઠવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com