વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં ઈન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલ યોજાયો: 1250થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ દ્વારા ઈન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલ સ્પીરીટ ઈન્ડોર -2022 નું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ ચાલેલા આ સ્પોર્ટસ ફેસ્ટીવલમાં ગર્લ્સ અને બોયઝ મળીને કુલ 1250 થી પણ વધુ વિદ્યાર્થીઓ ચેસ , કેરમ , બેડમીન્ટન અને ટેબલટેનીસ જેવી રમતોની સ્પર્ધામાં ભાગ ભાગ લીધો . ઈન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલ સ્પીરીટ -2 ના ઉદઘાટન પ્રસંગે વી.વી.પી.ના ટ્રસ્ટીશ્રી આ . ડો . નરેન્દ્રભાઈ દવએ કેમની રમત રમી સ્પર્ધાની શરૂઆત કરવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ડો . નરેન્દ્રભાઈ દવએ જીવનમાં રમત ગમતનું મહત્વ સમજાવતા જણાવ્યુ હતુ કે છેલ્લા 15 જ દિવસમાં વી.વી.પી.એ વિદ્યાર્થીઓ માટે રાસોત્સવ , ટેકનોથોન અને હવે ઈન્ડોર સ્પોર્ટસ સ્પીરીટ -2022 એમ ત્રણ મોટા કાર્યક્રમો કર્યા છે વિદ્યાર્થીઓ ભણવાની સાથે રમત ગમત ક્ષેત્રે આગળ વધે તે જરૂરી છે .
વી.વી. પી . દ્વારા અપાતા પ્રોત્સાહન નું પરિણામ છે કે રમત ગમત ક્ષેત્રમાં પણ વી.વી.પી.ના વિદ્યાર્થીઓ પોતાની શ્રેષ્ઠતા સાબીત કરી રહયા છે . ડો . નરેન્દ્રભાઇ દવેએ ’ આપણી રમતો ’ ’ નામની પુસ્તિકા પણ લખી છે જેમાં 675 જેટલી દેશી રમતો વર્ણવવામાં આવી છે . વી.વી.પી.ના પાંત્રીસ ખેલાડીઓ ઓલ ઈન્ડિયા યુનિવર્સિટીઝ નેશનલ ગેમ્સમાં પસંદગી પામ્યા તે પણ ગૌરવની વાત છે . આ માટે સ્પોર્ટસ ટીચર મયૂરભાઈ દેવમુરારીની સાથે સ્પોર્ટસ કમિટીના તમામ સભ્યોની અથાગ મહેનત છે .
વી.વી.પી. ઈન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલ સ્પીરીટ 2022 ના સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સંસ્થાના પ્રિન્સીપાલ ડો . તેજસભાઈ પાટલીયા , સ્પોર્ટસ ક્ધવીનર ડો . સચિનભાઈ રાજાણી , સ્પોર્ટસ ટીચર મયૂરભાઈ દેવમુરારી , પ્રો . કુંજન ભંડેરી , પ્રો . ગૌરવ પરમાર , પ્રો . પાર્થ દેલવાડીયા , રીટાબેન સાપરીયા , પ્રો . સાવન વાછાણી , તેજસ ગુંદીગરા , કેતન પરમાર , રાહુલ જાદવ તેમજ સમગ્ર કર્મચારી અને વિદ્યાર્થીગણે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન ડો . સચિનભાઈ રાજાણીએ કર્યુ હતું . વી.વી.પી. ઈન્ડોર સ્પોર્ટસ ફેસ્ટીવલ સ્પીરીટ -2022 ના સફળ આયોજન બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા , ટ્રસ્ટીઓગ્રી કૌશિકભાઈ શુકલ , ડો . સંજીવભાઈ ઓઝા , હર્ષલભાઈ મણીઆર તથા ડો . નરેન્દ્રભાઈ દવેએ શુભેચ્છાઓ પાઠવી છે.