સૌરાષ્ટ્ર-કચ્છની સોલાર એનર્જીની પ્રથમ પેટન્ટ: ડો.જયસુખ મારકણા સાથે પ્રો.રામાણીએ ‘અબતક’ની મુલાકાત લીધી
વી.વી.પી.ઈજનેરી કોલેજના મીકેનીકલ વિભાગના સીનીયર અધ્યાપક રામાણી અને પ્રો.અંજના સાપરીયાએ નેનો ટેકનોલોજીના હેડ ડો.જયસુખ મારકણા સાથે મીકેનીકલની સૌરાષ્ટ્ર-કચ્છની સોલાર એનર્જીની સર્વપ્રથમ પેટન્ટ પ્રાપ્ત કરી છે. ત્રણ વર્ષના અથાક પરિશ્રમ બાદ ‘નેનોકોમ્પોઝીટ કોટેડ બોરોસીલીકેટ સોલાર ઈવેકયુએટેડ ટયૂબ’ પર પ્રો.‚પેશ રામાણી પેટન્ટ પ્રાપ્ત કરી છે. આ અંગે માહિતગાર કરતા ડો.‚પાણીએ ડો.મારકણા સાથે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ ઉર્જા સંરક્ષણ અને પ્રદુષણમુકત ભારત માટે સૂર્ય ઉર્જાના વપરાશને વેગ આપવા સોલાર ‚કટોપ અને સોલાર ટેકનોલોજીની વિવિધ યોજનાઓ શ‚ કરી છે. પ્રો.‚પેશ રામાણીએ કરેલ સંશોધન અને પેટન્ટ થકી સૂર્ય ઉર્જાનું શોષણ વધારી ટેકનોલોજીની કાર્યક્ષમતાને વધારી શકાશે.દિન-પ્રતિદિન સૂર્ય ઉર્જાનો ઉપયોગ વધતો જાય છે. લગભગ દરેક છત પર સોલાર વોટર હીટીંગ સિસ્ટમ જોવા મળે છે. આ સોલાર વોટર હીટીંગ સિસ્ટમની કાર્યક્ષમતા તેના શોષણ ક્ષેત્રફળ પર આધાર રાખે છે. જેટલી વધારે સૂર્ય ઉર્જાનું શોષણ થાય એટલું વધારે ગરમ પાણી મળે. હાલમાં જે સોલાર હીટર વપરાય છે તે ઈવેકયુએટેડ (વેકયુમ) ટયૂબ પ્રકારના છે. જેમાં બે ટયૂબ વચ્ચે વેકયુમ કરેલ હોય છે. જે સપાટી સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે. તેના કોટીંગમાં માઈક્રોસ્ટ્રકચરને નેનો સાઈઝમાં બદલી નવી જ પદ્ધતિથી કોટીંગ કર્યુ, જેથી સૂર્ય ઉર્જાનું શોષણ વધારી શકાયું. આ પદ્ધતિમાં બે ટયુબમાંથી અંદરની ટયૂબ પર પાંચ ટકા કોમિયમ ઉમેરેલો ઝિંક ઓકસાઈડનું કોટીંગ અત્યંત સહેલી અને ગુણવતાયુકત સોલ-જેલ ડીપકોટીંગ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. જેના અણુઓની સાઈઝ પાંચ નેનોમીટર સુધી પ્રાપ્ત કરી શકાઈ છે. કોટીંગ કર્યા બાદ ૧.૮ મીટર લંબાઈની બન્ને બોરોસીલીકેટેડ ગ્લાસ ટયૂબ વચ્ચે વેકયુમ કરવામાં આવે છે. જેથી ઉર્જાનો વ્યય મહદઅંશે નિવારી શકાય છે.ખાસ નોંધવું કે, ૧.૮ મીટર લંબાઈની ગ્લાસ ટયૂબ ઉપર નેનો કોટીંગ પહેલી વખત કરવામાં આવ્યું છે. જેની કાર્યક્ષમતા હાલમાં બજારમાં ઉપલબ્ધ ટયૂબ કરતા વધારે છે. આ સંશોધન ઈન્ડસ્ટ્રીઝ-ઈન્સ્ટીટયૂટ – ઈન્ટરેકશનનું અજોડ ઉદાહરણ છે. જેમાં સહ-સંશોધક તરીકે લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ભરતભાઈ રામાણીનું ખુબ મોટું યોગદાન રહેલું છે.આ અનેરી સિદ્ધિ બદલ વી.વી.પી.ના ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર, મીકેનીકલ વિભાગના વડા ડો.જીજ્ઞાશા મહેતા, તમામ કર્મચારીગણ તથા વિદ્યાર્થીગણે અભિનંદન પાઠવ્યા છે. તેમજ તેમના મો.નં.૯૯૨૫૧ ૨૬૦૪૧ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.