ઈન્સ્ટીટયુશન ઓફ એન્જીનીયર્સ દ્વારા ઓલ ઈન્ડીયા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેનો વિષય રીસેન્ટ ટ્રેન્ડસ ઈન રીન્યુએબલ એનર્જી એન્ડ રીસર્ચ રાખવામાં આવ્યો હતો. આ સેમીનારનું ઉદઘાટન પી. રાજમણી વાઈસ પ્રેસીડેન્ટ, નવીનભાઈ વસોયા પાસ્ટ પ્રેસીડન્ટ, ડો. રાજુલ ગજજર પ્રિન્સીપાલ વિશ્વકર્મા એન્જી. કોલેજ, ચાંદખેડા દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ સેમીનારનો હેતુ આજના સમયમાં ઉપયોગમાં લેવામાં આવતા ઉર્જાસ્ત્રોત કે જે ભારે પ્રમાણમાં પ્રદુષણ માટે જવાબદાર છે જેમાં કોલેસો, પેટ્રોલ ડીઝલ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. આ સેમીનારમાં ઈન્સ્ટીટયુશન ઓફ એન્જીનીયર્સનાં એસો. મેમ્બર તથા વીવીપી એન્જીનીયરીંગના પ્રો. હાર્દિક પી. હિન્ડોચા, અને તેમના માર્ગદર્શન હેઠળ છઠ્ઠા સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન પત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું હતુ
જેનો વિષય ઈવેલ્યુએશન ઓય રૂફ હોય સોલાર પેનલ કોન્ફીગ્રેશન ફોર ઈફેકટીવ સોલાર પાવર જનરેશન હતો. આ સંશોધનમાં ઉપયોગી એવી માહિતી તથા અગત્યના એવા કેસ સ્ટડીની રજૂઆત વીવીપી એન્જી. કોલેજ મિકેનીકલ વિભાગના વિદ્યાર્થી એવા મિલન પાટડીયા તથા રોનક સંઘાણી દ્વારા કરવામાં આવી હતી. પ્રો. હાર્દિક તથા વિદ્યાર્થીઓના આ વિચાર માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલીતભાઈ મહેતા ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકર, મીકેનીકલ વિભાગના વડા જીજ્ઞાસા મહેતા, સમગ્ર કર્મચારીગણ તથા વિદ્યાર્થીગણે અભિનંદન પાઠવ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com