એમ.ઈ.નો બેઠકમાં ૧૦૮ સીટમાંથી ૭૧ સીટ પર પ્રવેશ
માસ્ટર ઓફ એન્જીનીયરીંગ (એમ.ઈ.)નો પ્રથમ મોક રાઉન્ડ જાહેર તાં સમગ્ર ઝોનમાં કુલ ૯૦૦ સીટમાંથી ૫૫૨ વિર્દ્યાથીઓને પ્રવેશ મળી ગયેલ છે. પ્રથમ મોક રાઉન્ડને અંતે રાજકોટ ઝોનમાં ૪૦૮ સીટ ખાલી રહેલ છે. એમ.ઈ.ના પ્રવેશમાં પણ રાજકોટ ઝોનમાં સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં વી.વી.પી.નો નંબર વનનો દબદબો જારી રહેલ છે. ૧૦૮ સીટમાંથી ૭૧ સીટ ભરાઈ ગયેલ છે. આમ, ૬૫.૭૪ ટકા સીટો ભરાઈ જતા વી.વી.પી. નંબર વન રહી છે. તેમાં પણ મિકેનીકલ અને ઈલેકટ્રીકલમાં ૧૦૦ ટકા સીટો ભરાઈ ગયેલ છે.
સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆરે વિર્દ્યાથીઓના હિતમાં વાર્ષિક રૂ.૫૫,૦૦૦/- જેટલી ઓછી ફી રાખવાનો નિર્ણય લઈ સમાજ હિતમાં નવો ચીલો ચાતરેલ છે અને ઓછી ફી બાબતે પ્રથમ પહેલ કરેલ છે. આમ, ઓછી ફી બાબતમાં પણ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ રાજકોટ ઝોનમાં નંબર વન રહેલ છે. આમ, બી.ઈ. હોય કે એમ.ઈ. પ્રવેશ તો માત્ર વી.વી.પી.માં જ.સંસના આચાર્ય ડો.જયેશભાઈ દેશકર અને એમ.ઈ.ના કોર્ડીનેટર ડો.તેજસ પાટલીયાએ વિશેષમાં જણાવેલ છે કે, આ વર્ષથી એમ.ઈ.ની માંગ વધતી શરૂ થયેલ છે. કારણ કે, દેશની નામાંકીત કંપનીઓ જેવી કે, ઓ.એન.જી.સી., બી.એસ.એન.એલ., બી.એચ.ઈ.એલ (ભેલ), ટી.સી.એસ., આઈ.બી.એસ., વિપ્રો જેવી કંપનીઓમાં બી.ઈ. પછી પ્રમોશન માટે માસ્ટર ડિગ્રી ખાસ માંગવામાં આવે છે. તેમજ ઈસરો, પ્લાઝમાં રીસર્ચ સેન્ટર અને બાઈસેગ જેવા રીસર્ચ સેન્ટરમાં પણ માસ્ટર ડીગ્રી માંગવામાં આવે છે માટે એમ.ઈ.ની ડીમાન્ડ વધવાનું શરૂ થયેલ છે તેમજ એ.આઈ.સી.ટી.ઈ. તરફી એમ.ઈ.ના અભ્યાસ માટે ગેટ કવોલીફાઈડ હોય તેવા વિર્દ્યાથીઓને રૂ.૧૨,૫૦૦/- પ્રત્યેક માસે આપવામાં આવે છે.સફળતા બદલ પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર, એમ.ઈ.કોર્ડીનેટર ડો.તેજસ પાટલીયા, પ્રો.વિરાજ દક્ષિણી, ડો.અલ્પેશ આડેસરા, ડો.નિરવ મણીયાર, ડો.વ્યોમેશ પરસાણા, પ્રો.જીજ્ઞેશ જોશી, પ્રો.દર્શન ઉપાધ્યાય તેમજ અન્ય પ્રાધ્યાપકો અને વિર્દ્યાથીઓને અભિનંદન આપેલ છે.