નિરાલી વસોયાએ બી.ઈ.માં ૯.૭૧ સી.જી.પી તથા એમ.ઈ.ની વિદ્યાર્થીની પ્રિયંકા ગરાચે ૯.૨૩ સી.પી.આઈ. સાથે મેળવ્યા ગોલ્ડ મેડલ
વીવીપી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, પ્રત્યેક ડીપાર્ટમેન્ટ આસમાનની ઉંચાઈઓ સર કરી રહી છે. જીટીયુ દ્વારા તાજેતરમાં જાહેર થયેલ છઠ્ઠા સેમેસ્ટરના પરિણામોમાં સમગ્ર ગુજરાતની બધી જ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરવાની વી.વી.પી.ની સિદ્ધિની શાહી હજુ તો સુકાઈ નથી ત્યાં વી.વી.પી.ના ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગે ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી બેવડી સિદ્ધિ હાંસલ કરી છે.
વી.વી.પી.ના ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગે વર્ષ ૨૦૧૭માં બી.ઈ. તથા એમ.ઈ. બન્નેમાં ગોલ્ડ મેડલ મેળવવાની બેવડી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. જીટીયુના ઈતિહાસમાં આવી બેવડી સિદ્ધિ મેળવી વી.વી.પી.નું ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગ સૌરાષ્ટ્ર-કચ્છનું શ્રેષ્ઠ ડિપાર્ટમેન્ટ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. વી.વી.પી. ઈજનેરી કોલેજના ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગની વિદ્યાર્થીની નિરાલી રમેશભાઈ વસોયાએ બી.ઈ.માં ૯.૭૧ સી.જી.પી.એ તથા ૯.૬૩ સી.પી.આઈ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, તો એમ.ઈ.ની વિદ્યાર્થીની પ્રિયંકા શરદભાઈ ગરાચે ૯.૨૩ સીપીઆઈ તથા ૮.૭૯ એસ.પી.આઈ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
વિદ્યાર્થીઓને સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર, ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિભાગના વડા પ્રો.દર્શનાબેન પટેલ, વિભાગીય વડાઓ, અધ્યાપકગણ તથા કર્મચારીઓ શુભેચ્છાઓ પાઠવી હતી.