વી.વી.પી. એન્જી. કોલેજના આઇ.ટી. ડીપાર્ટમેન્ટ અને આઇ.ઇ.આઇ. સ્ટુડન્ટ ચેપ્ટરના સહયોગથી પાંચમાં અને સાતમાં સેમેસ્ટરના વિઘાર્થીઓ માટેનો ગેઇમ ડેવલોપમેન્ટ ઇન યુનીટી એન્જીન સેમીનાર યોજાયો હતો.
આ સેેમીનારનો મુખ્ય હેતુ વિઘાર્થીઓમાં ગેઇમ ડેવલોપમેન્ટમાં ઉજજવળ કારકિર્દી ઘડી શકાય તે માટેનો હતો. જેમાં ધ એપ ગુરુઝ ના સીનીયર ડેવલોપર વીજુભાઇ ડુડીયા એ માર્ગદર્શન આપેલ હતું.
યુનીટી એક ગેઇમ ડેવલોપમેન્ટ કરવા માટેનું એન્જીન છે. જે ફી તેમજ પેઇડ બંને વર્ઝનમાં ઉપલબ્ધ છે યુનીટીના ફ્રી વર્ઝનમાં બધી પાયાની વસ્તુઓ જે ગેઇમ બીગીનર્સ માટે જરુરી છે તે ઉપલબ્ધ છે તેમજ આ એન્જીનના ફ્રી રિસોર્સ ઓનલાઇન ઉપલબ્ધ છે.
આ સેમીનાર ત્રણ સેશનમાં યોજાયેલ હતો. પ્રથમ સેશનમાં ગેઇમ ડેવલોપમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ હિસ્ટ્રી તેમનો ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો ગ્રોથ બીજા સેશનમાં યુનીટી એન્જીન શું છે? અને તેનું લે આઉટ તેમાં આવતા કોમ્પોનેટ વિશે માર્ગદર્શન આપેલ હતું. ત્રીજા સેસશમાં એકસપર્ટ દ્વારા ગેઇમ કેવી રીતે બનાવવી તેનું લાઇવડેુમોસ્ટ્રેશન આપેલ હતું.
કાર્યક્રમની સફળતા માટે આઇ.ટી. ડીપાર્ટમેન્ટના વડો પ્રો. દર્શનાબેન એચ. પટેલના માર્ગદર્શન હેઠળ પ્રો. વિજયભાઇ કે.વ્યાસ અને પ્રો ઋષભભાઇ ડી.દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી.