૧૦૦થી વધુ રીસર્ચ પેપરો અંડર ગ્રેજયુએટના વિદ્યાર્થીઓએ લખ્યા
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં “રીસર્ચ વીકની શાનદાર ઉજવણી અંતર્ગત અન્ડર ગ્રેજયુએટ એટલે બેચરલ ઓફ એન્જીનીયરીંગ કરતાં રહેલા ભાવી એન્જીનીયરોએ ૧૦૦થી પણ વધુ રીસર્ચ પેપર લખી ઈતિહાસ સર્જયો હતો. આ વિશે વધુ વાતચીત કરતાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, પ્રથમ તબકકામાં પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકર સરે રીસર્ચ પેપર રાઈટીંગ કોમ્પીટીશનના કોલેજના કન્વીનર ડો.સચિનભાઈ રાજાણી અને પ્રો.દર્શનાબેન ભટ્ટીને માર્ગદર્શન આપીને ડીપાર્ટમેન્ટ વાઈઝ ફેકલ્ટીઓની ટીમ બનાવી આ ટીમે વિદ્યાર્થીઓને રીસર્ચ પેપર રાઈટીંગમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન આપ્યું હતું.
૧૦૦થી વધુ તૈયાર થયેલા રીસર્ચ પેપરને વિદ્યાર્થીઓએ એકસપર્ટ ફેકલ્ટીની પેનલ સામે પોત-પોતાના ડીપાર્ટમેન્ટમાં એટલે કે મિકેનીકલ, ઈલેકટ્રીકલ, કેમિકલ, આઈ.ટી., ઈ.સી., કોમ્પ્યુટર, બાયોટેકનોલોજી, સિવિલ અને નેનો ટેકનોલોજી એન્જીનીયરીંગ એમ ૯ ટ્રેકમાં રજૂ કર્યા અને દરેક ટ્રેકમાં પ્રથમ ત્રણ નંબર આપવામાં આવ્યા જેમાંથી દરેક ડીપાર્ટમેન્ટના પ્રથમ નંબર વચ્ચે ફાઈનલ સ્પર્ધા થઈ જેમાંથી નેનોટેકનોલોજી એન્જીનીયરીંગ પ્રથમ નંબરે, મિકેનીકલના વિદ્યાર્થીઓ દ્વિતીય નંબરે અને કેમિકલના વિદ્યાર્થીઓ તૃતીય નંબરે વિજેતા થયેલ છે.
આ સંશોધનમાં નેનોટેકનોલોજીના વિદ્યાર્થી મીત અશ્વીનભાઈ મોરડીયા દ્વારા ગ્રીન એન્ડ ફસાયલ સીન્થેસીસ ઓફ એન-ડોર કાર્બન કવોન્ટમ ડોટસ ફોર એપ્લીકેશન ઓફ સેન્સીંગ મરકયુરીની માહિતી આપતા જણાવેલ કે, આ સંશોધન દ્વારા પાણીમાં રહેલ હેવી મેટર કે શરીર માટે નુકશાનારક હોય છે તેની તપાસ કરવાની નવી ટેકનીક છે.
કેમિકલના વિદ્યાર્થીઓ રોનક નરેન્દ્રભાઈ સંઘાણી, મિલન હિમાંશુભાઈ પાટડીયા અને રાજદિપસિંહ નિરુભા ઝાલા દ્વારા “એનાલીસીસ ઓફ નગેટ ડાયામીટર ઈન રેસીસટન્સ સ્પોટ વેલ્ડીંગ વિષયની માહિતી આપતા જણાવેલ કે, આ સંશોધન દ્વારા કેવી રીતે યોગ્ય પેરામીટરની પસંદગી સીઆરસીએસ ટીલ માટે કરવી તેમજ કેટલી પેરામીટરની કિંમત રાખવી તે જણાવવામાં આવેલ છે.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર ડો.સચિનભાઈ રાજાણી, પ્રો.દર્શનાબેન ભટ્ટી, વિવિધ વિભાગના વડાઓ ફેકલ્ટીઝ અને વિદ્યાર્થીઓના ગ્રુપે સક્રિય ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆરે સંસ્થાના કર્મચારીગણ અને વિદ્યાર્થીગણને અભિનંદન પાઠવ્યા હતા.