સ્વચ્છતા સ્વસ્થતા સાથે આપ્યો પ્લાસ્ટીક વપરાશ ઘટાડાનો સંદેશ
રાજકોટની સંસ્કાર સાથે શિક્ષણના મુલ્યોને વરેલી વી.વી.પી.ઈજનેરી કોલેજ દ્વારા મહાત્મા ગાંધીજીના ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગપે પર્યાવરણ બચાવો અંતર્ગત ઈધણ બચાવો ઊર્જા બચાવો તથા માતૃભાષા બચાવો માટેની પદયાત્રા અને સાયકલયાત્રાનું આયોજન થયું હતું.આ વર્ષ મહાત્મા ગાંધીજીના ૧૫૦મી જયંતિનું વર્ષ હોય વી.વી.પી.દ્વારા આવા કાર્યક્રમો સમગ્ર વર્ષ દરમિયાન થતા રહેશે તેવું પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરે જણાવ્યું છે આ પ્રસંગે સવારમાં ૭.૦૦ વાગ્યામાં કાલાવડ રોડ પર જડુશ રેસ્ટોરન્ટની સામે લગભગ ૬૦૦ની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો પદયાત્રા સાયકલયાત્રામાં જોડાયા હતા.ભારત માતા કી જય અને વંદે માતરમ ના બુલંદ નારા સાથે પદયાત્રાની શઆત થઈ હતી.વિદ્યાર્થીઓએ હેન્ડી એટલે કે, પૂઠાના બેનરમાં પર્યાવરણને લગતા સુત્રો લખ્યા હતા તથા આગામી માતૃભાષા ગૌરવદિન નિમિતે માતુભાષા બચાવોના બેનર દ્વારા પણ માતૃભાષા બચાવવા માટેની જાગૃતિ લાવવામાં આવી હતી.દરેક વિદ્યાર્થીઓ તથા કર્મચારી શિસ્તબદ્ધ રીતે ચાલતાં ચાલતાં લગભગ એક કલાકના સમય બાદ વી.વી.પી. ઈજનેરી કોલેજ ખાતે પદયાત્રા અને સાયકલયાત્રાની પૂર્ણાહુતી થઈ હતી.
પ્રિન્સીપાલ ડો.જયેશભાઈ દેશકરે જણાવ્યું હતું કે સેવ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ બચાવો અંતર્ગત અમારી સંસ્થાના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો પદયાત્રા અને સાયકલયાત્રામાં જોડાયા હતા ખાસ કરીને ભારત જેવા વિકાસશીલ દેશો જયારે પેટ્રોલ ડીઝલ, અને ગેસ જેવા સ્ત્રોતોની ખુબ અછત અનુભવ છે.ત્યારે અમારા વિદ્યાર્થીએ નકકી કયું છે જેના કુલ સાત આયામો છે જેમાં પર્યાવરણ બચાવો સેવ વોટર, સેવ ફયુઅલ,સેવ એનર્જી સેવ નેચરલ રિસોર્સીસ પ્લાસ્ટીકનો ન્યુનતમ ઉપયોગ સ્વચ્છ રહો, ફીટ ઈન્ડિયા મુવમેન્ટ ઉપરાંત સંસ્કૃતિ બચાવવાના અભિગમ થી માતુભાષા બચાવોની સંકલ્પના સાથે પણ સંકળાયેલા છે.
અમારી કોલેજમાં નેચર કલબ નામની કલબ પણ ચાલે છે. જે અંતર્ગત પર્યાવરણની સતત ચિંતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો કરતાં રહે છે. અમારી સ્પોર્ટસ કમિટી,એનર્જી સેવિંગ કમિટિ તેમજ એન.એસ.એસ.નેશનલ સર્વિસીઝ સ્કીમ ચાલે છે. તે બધાં વિદ્યાર્થીઓએ મળીને સ્વચ્છતા સ્વસ્થતા, પ્લાસ્ટીકનો ઓછો વપરાશ ઈંધણની બચત અને ઊર્જા બચતના સંદેશાઓ આપવા માટે આ પદયાત્રા અને સાયકલયાત્રા સાથે જ માસ ટ્રાન્સર્પોર્ટશનનો ઉપયોગ અન વ્હીકલ શેરીંગ પણ શ કરી રહ્યા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ હવે કોલેજ બસ અને માસ ટ્રાન્સપોર્ટેેશનના અન્ય માધ્યમો દ્વારા આવવા લાગ્યા છે અને શિક્ષકો તેમજ કર્મચારીઓ પણ આમાં ઉત્સાહથી જોડાવા લાગ્યા છે.
કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓ કૌશિકભાઈ શુકલ, ડો.સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆરે શુભેચ્છા પાઠવી છે.